ધાનેરાના નેનાવામાં પોલીસકર્મીઓ દ્વારા દંપતી પર હુમલો કરાતા ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ધાનેરા પોલીસ અને ડીવાયએસપીને રજુઆત કરાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-22 11:28:04
  • Views : 361
  • Modified Date : 2021-07-22 11:28:04

     ધાનેરા તાલુકાના નેનાવા ગામના શ્રવણભાઈ રણછોડભાઈ વજીરે થરાદ પોલીસ મથકમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલ વિરોધમાં લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ગત ૧૮ જુલાઇ રવિવારના બપોરે 2:00 વાગ્યે આવેલા પોલીસ કર્મીઓ ચૌધરી રાસેંગભાઇ અને અન્ય બે આવીને સોનાભાઈ અંગે પુછપરછ કરી હતી. ત્યારબાદ તેમને પકડીને પોલીસ સ્ટેશન ચાલવા જણાવ્યું હતું. જોકે પોતાનો ગુનો શું છે તે અંગે પુછવા જતાં પોલીસ કર્મીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આથી તેમની દિવ્યાંગ પત્ની છોડાવવા વચ્ચે પડતાં તેણીને પણ પોલીસ કર્મચારીઓએ માર મારતાં બેભાન થવા પામી હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અંગે મંગળવારની સાંજે થરાદના ડીવાયએસપીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમના ખેતરે આવેલા ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા દંપતીની મારકુટ કરવામાં આવી હતી. અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પોલીસ સ્ટાફના રાસેંગભાઈ ખાનાભાઈ ચૌધરી હોસ્પિટલમાં આવીને શ્રવણભાઇ વજીરની પોલીસના હુમલાથી ઇજા પામેલ હોસ્પીટલમાં દાખલ સર્ગભા પત્નીને મારા પર 30 અરજીઓ થયેલ છે. તેમજ ખોટા કેસ કરી આડકતરી રીતે અફીણ અથવા દારૂના કેસમાં ફસાવી દેવાની તથા સગા સંબંધીઓને ફસાવી હેરાન પરેશાન કરી મુકવાની ધમકી આપી હતી તેમ જણાવ્યું હતું. આમ નેનાવાના દંપતીએ કોઇ ગુનો કરેલ હોવા છતાં પણ તેમને પોલીસ દ્વારા માર મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. આથી પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી માંગણી કરવામાં આવી હતી. બનાવને લઇને પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Download Our B K News Today App



Related News