ધાનેરા નગરપાલિકામાં ફરીથી કોંગ્રેસ સત્તારૂઢ ધાનેરા પાલિકાના પ્રમુખ પદે જગલબેન ઠાકોર, ઉપપ્રમુખ પદે શંકરભાઇ પટેલ ચૂંટાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 11:59:26
  • Views : 440
  • Modified Date : 2020-08-26 11:59:26

ધાનેરા નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ ૨૫ ઓગસ્ટના રોજ પુરી થતી હોવાથી બીજી ટર્મના પ્રમુખની ચુંટણી મંગળવારે પ્રાંત કચેરીના મિંટીંગ હેલ ખાતે પ્રાંત અધિકારી
વાય.પી.ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેથી પ્રથમ પ્રમુખ માટે સામાન્ય મહિલાની બેઠક હોવાથી કોંગ્રેસના જગલબેન કાનાજી ઠાકોર તથા ભાજપના ઇન્દુબેન રાજેશકુમાર જોષી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે કોંગ્રેસમાં શંકરભાઇ સવાભાઇ પટેલ તથા ભાજપમાં હીરાભાઇ ઠક્કરનું ફોર્મ ભરાયુ હતુ. જેમાં મતદાન માટે જણાવતા જગલબેન ઠાકોર તથા શંકરભાઇ પટેલને કુલ ૨૮ સદસ્યોમાંથી ૧૭ મત મળ્યા હતા. જ્યારે ઇન્દુબેન જોષી તથા હિરાભાઇ ઠક્કરને ૧૧ મતો મળતા પ્રમુખ તરીકે કોંગ્રેસના જગલબેન કાનાજી ઠાકોર તથા ઉપપ્રમુખમાં  શંકરભાઇ સવાભાઇ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેથી તેમને અભિનંદન આપવા માટે જિલ્લા પ્રમુખ
પિનાબેન ઘાડીયા તથા અન્ય કોંગેસના આગેવાનો આવી
પહોંચ્યા હતા અને કોંગ્રેસના તમામ સભ્યોને એક જુથ રહેવા માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. આ ચુંટણી પ્રક્રિયામાં પ્રાંત અધિકારી
વાય.પી.ઠક્કર, મામલતદાર બી.એમ.ખરાડી, ચીફ ઓફિસર એસ.એમ.અંસારી તથા અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News