ધાનેરાના ધારાસભ્યે 2017માં ચૂંટણી પક્ષ સમક્ષ રજુ કરવામાં આવતા સોગંધનામાંમાં ખોટી વિગતો ભરતા નોંધાઈ પોલીસ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-20 11:06:44
  • Views : 260
  • Modified Date : 2022-03-20 11:06:44

ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. નાથાભાઇ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન નાથાભાઇ પટેલે ધાનેરા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. નાથાભાઇ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવતી વખતે ચૂંટણી પક્ષ સમક્ષ રજુ કરવામાં આવતા સોગંધનામાંમાં ખોટી વિગતો ભરી હોવાનું તપાસમાં બહાર આવતા ચૂંટણી પંચ દ્વારા નાથાભાઇ પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે..

 

 

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક રાજકીય ભૂકંપ સર્જાયો છે. ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય પંડિતોમાં ભારે ચર્ચા જાગી છે.. નાથાભાઇ પટેલ વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ધાનેરા બેઠક પર વિજયી બન્યા હતા..  પરંતુ ધાનેરા ભાજપના આગેવાન મુકેશભાઈ દ્વારા ચૂંટણી પંચમાં નાથાભાઇ પટેલે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલા સોગંધનામાંમાં ખોટી વિગતો રજૂ કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને પગલે તત્કાલીન ચૂંટણી અધિકારી યોગેસગ ઠક્કર દ્વારા લોક પ્રતિનિધિ અધિનિયમ મુજબ આ અંગેની નોટિસ નાથાભાઇ પટેલને આપવામાં આવી હતી. અને નોટીસના આધારે ધારાસભ્ય નાથાભાઇ પટેલે પોતાનો જવાબ રજૂ કર્યો હતો અમે આ સમગ્ર તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ અહેવાલ નેશનલ ઇલેક્શન કમિશનમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ લોક પ્રતિનિધિ અધિનિયમની કલમ ૧૪૫ અન્વયે નાથાભાઇ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધવાનો હુકમ કરતા ચૂંટણી પંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

આ બાબતે ધારાસભ્ય નાથાભાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ આખી ઘટનાથી તે પોતે અજાણ છે અને ચૂંટણી સમયે પોતે નિયમ પ્રમાણે વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજુ કરી હતી.

Download Our B K News Today App



Related News