ધાનેરાના રામપુરાછોટા ગામે યુવકની ઘાતકી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 10:58:10
  • Views : 890
  • Modified Date : 2019-06-11 10:58:10

ધાનેરા તાલુકાના રામપુરાછોટા ગામે આડા સંબંધોને લઇને એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સવારે હોÂસ્પટલ ખાતે લોકોની ભીડ ઉમટી હતી જ્યારે હત્યા કરનાર ઇસમને પોલીસે પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. તેની લાશનું પોસ્ટમોટમ કરાવી યુવકના વાલી વારસાને સુપરત કરી હતી.ધાનેરાના રામપુરાછોટા ગામે રવિવારની રાત્રિના સમયે એક યુવકની હત્યા કરવામાં આવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ધાનેરાના શેરગઢ ગામે રહેલા શામળાભાઇ લાધાભાઈ પટેલ તેઓ ધાનેરા ખાતે બોરની મોટરો બહાર કાઢવાની અને ઉતારવાની ચરખી ચલાવીનોકરી ધંધો કરતા હતા અને તેઓ રવિવારે સાંજે ધાનેરા નગરપાલિકાના બોરની મોટર ઉતારી ઘરે જવા નીકળ્યા હતા પરંતુ ઘરે પહોંચ્યા ન હતા સવારે જ્યારે પોલીસના માણસો એ મરણ જનારના ઘરે જઈને જાણ કરેલ કે રામપુરાછોટા ગામે મેવાભાઈ હાજાભાઇ રબારીના ઘરના આંગણે લાશ પડી છે તેવું જણાવતા મરણ જનારના ભાઈ હરેશભાઇ તથા તેના પિતા લાધાભાઇ પોલીસની ગાડીમાં રામપુરા છોટા ગામે જઈને લાસને ઓળખતા તે લાશ શામળાભાઇ પટેલની હોવાનું જાણવા મળેલ છે. અને તેની કયા કારણોસર હત્યા કરવામાં આવી તેની બાબતે પોલીસને પુછતાં પોલીસે જણાવેલ કે શામળાભાઇ પટેલના મેવાભાઈ હાજાભાઇ રબારીની પÂત્ન સુખીબેન સાથે આડા સંબંધો હતા અને તે રવિવારે સુખીબેનને મળવા જતા સુખીબેનના પતિ આવી જતાં રંગેહાથે ઝડપાઈ ગયેલ અને યુવતીના પતિએ લાકડીઓ વડે માર મારતા આ યુવકનું મોત નિપજ્યું તેવુ જણાવતા પોલીસ મથકે મરણ જનારના ભાઈ હરેશભાઇ લાધાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા કરનાર મેવાભાઈ રબારીને જેલના હવાલે કર્યા હતા અને લાશનું પીએમ કરાવીને તેના વાલીવારસોને સુપ્રત કરી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા સરકારી હોસ્પીટલમાં ઉમટી પડયા હતા.



 


Download Our B K News Today App



Related News