બનાસકાંઠા જિલ્લામાં વરસાદના આગમન પહેલા ધાનેરામાં ધાનેરા પ્રી મોન્સૂન પ્લાનિંગ તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 16:45:56
  • Views : 525
  • Modified Date : 2020-06-10 16:45:56

બનાસકાંઠા માં વર્ષ 2015 અને 2017 માં આવેલ વિનાશક પૂર માં કરોડો રૂપિયા નું નુકશાન થયું હતું. ત્યારે આ વાત ને ધ્યાનમાં રાખી આ વખતે વધુ વરસાદની આગાહી ના પગલે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ અત્યાર થી જ એક્શન મોડમાં આવી ગયું છે.. જેમાં આજે ધાનેરા ખાતે નાયબ કલેકટર, મામલતદાર,ચીફ ઓફિસર અને એસ ડી આર એફ ની ટીમોએ ધાનેરા માં અગાઉ પુર સમયે જ્યાં જ્યાં પાણી ભરાયું હતું તે વિસ્તાર ની મુલાકાત લીધી હતી..તેમજ સમાગ માહિતી મેળવી અને ગ્રાઉન્ડ પર સમીક્ષા કરવામાં આવી છે. તેમજ ફરીવાર જો અચાનક પાણી નો પ્રવાહ વધી જાય તો ક્યાંથી પાણીનો નિકાલ કરવો, લોકો અને પશુઓને ક્યા કયા સ્થળ ઉપર સ્થળાંતર કરી શકાય તેની સમગ્ર માહિતી મેળવી હતી. 

Download Our B K News Today App



Related News