દારૂબંધીના ધજીયા ઃ ધાનેરામાં ખૂલ્લેઆમ વેચાતો દારૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:45:22
  • Views : 360
  • Modified Date : 2021-02-02 11:45:22

રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા ધાનેરામાં ખૂલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. જેના પાંચેક વિડીયો  સામે આવ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગારીને લઈને અનેક સવાલો ઉઠયા છે.
ગાંધીના ગુજરાતમાં બે રોકટોક દારૂ વેચાઈ રહ્યો હોવાનો આ વિડીયોને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
રાજસ્થાન સરહદે ધાનેરા તાલુકો આવેલો હોવાથી હાઈવે પર દારૂ પકડાય એ વાસ્તવિકતા છે પણ ધાનેરાની ભર બજારમાં દેશી દારૂની હાટડીઓના વિડીયો સામે આવતા ધાનેરા
પોલીસની કામગીરી બાબતે સવાલ ઊભા થયા છે. ધાનેરાના પાંચ વિડીયોે સામે આવ્યા છે. જે શહેરની મધ્યમાં લોકો દારૂની
પાર્ટી કરી રહ્યા છે. જે વિડીયો જ પુરવાર કરે છે કે ધાનેરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. શહેરના કેટલાંક વિસ્તારના વિડીયોે છે ત્યારે પોલીસના આશીર્વાદ વિના ખુલ્લેઆમ હાટડીઓ કઈ રીતે ધમધમે છે તે એક સવાલ છે. બજારમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ શું ધાનેરા પોલીસને દેખાતો નથી કે કંઈક સંબધો સાચવવવા આંખ આડા કાન કરી ખુલ્લી છૂટ અપાઈ છે. વિડીયોમાં જે દૃષ્યો સામે આવે એ ધાનેરા
પોલીસની કામગીરી બાબતે એક લપડાક સમાન છે. ત્યારે જાેવાનું એ રહ્યું કે આ પોલીસ કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટા લઠાકાંડ સર્જાયા પછી જાગશે. સતત બિન ડ્રેસમાં ફરતોે ધાનેરા પોલીસ સ્ટાફ ક્યારે ડ્રેસ પહેરી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવા આગળ આવશે એ જાેવું રહ્યું.

Download Our B K News Today App



Related News