ધાનેરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા દારૂડીયાઓનો ત્રાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-23 11:20:22
  • Views : 1053
  • Modified Date : 2020-05-23 11:20:22

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે  ધાનેરા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી દારૂ વેચનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ ૫૫ દિવસના લોકડાઉનમાં ધાનેરા પોલીસને દારૂ પકડવાના બદલે ગુટકા પકડી તેમની પાસેથી તોડ કરવાના કિસ્સા મોટા પ્રમાણમાં બહાર આવ્યા હતા. આ બાબતે પોલીસવડાને પણ લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને દારૂડીયાઓ ધોળા દિવસે છ્‌ટકા બનીને બજારમાં ધુમ મચાવતા હોવાથી લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યુ છે. લોકો દ્વારા પોલીસ જાણ કરવા છતાં મોડે મોડે પોલીસ આવતી હોય છે અને દારૂડીયાઓને કહેવાના બદલે ફોન કરનારાઓને ધમકાવે છે. આ અંગે નામ ન આપવાની શરતે એક યુવકે જણાવેલ કે ગુરુવારે બે દારૂડીયા ધાનેરામાં દારૂ પીને રીક્ષાઓ આડેધડ ચલાવતા હતા,  જેથી આ બાબતે પોલીસને જાણ કરાઇ હતી. ત્યારે ટાઉનના જમાદાર આવ્યા હતા અને જણાવેલ કે ફોનબોન કરવાના નહી નહી તો તમને પણ અંદર મુકી દઇશ. એમ કહીને આ બન્ને દારૂડીયાઓને રીક્ષા સાથે પોલીસ મથકે લઇ જવાયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. ખરેખર પોલીસ દ્વારા આ લોકોના બદલે દારૂ વેચનારા સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News