ધાનેરા બ્લોક ઓફિસના કંપાઉન્ડને બનાવ્યુ લોકોએ શૌચાલય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:09:40
  • Views : 418
  • Modified Date : 2019-04-28 12:09:40

ધાનેરા તાલુકામાં ૨૦૧૭ માં પુર આવતા સરકારી મિલકતોને ભારે નુકસાન થવા પામ્યુ હતું. જેમાં ધાનેરા સરકારી હોÂસ્પટલ અને બ્લોક ઓફિસના કંપાઉન્ડની દિવાલ પણ ટુટી
પડી હતી અને જેને બે વર્ષ વિતવા છતાં દિવાલ ન બનતા લોકો આ કંપાઉન્ડનો ઉપયોગ જાહેર શૌચાલય તરીકે કરી રહ્યા છે અને સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યા છે.
ધાનેરા તાલુકામાં ૨૦૧૭ માં પુર આવતા ભારે વિનાશ વેરાયો હતો અને ધાનેરા શહેરમાં ભારે ખુમારી થવા
પામી હતી અને તેને બે વર્ષ વિતવા આવ્યા છે પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલ પોકળ વાયદાઓ આજે પણ અભરાઇએ ચડી ગયા છે. આજે વાત કરવામાં આવે તો ધાનેરા સરકારી હોÂસ્પટલ સ્ટાફ ક્વાટર્સ અને બ્લોક હેલ્થ કચેરીની તો આ બન્નેના કંપાઉન્ડને ફરતે દિવાલો પુરમાં પડી જતાં તે ચારે બાજુ ખુલ્લી જગ્યા થઇ ગઇ હોવાથી આ કંપાઉન્ડમાં અનેક વખત નાની મોટી ચોરીઓ પણ થાય છે. તેમજ આ કંપાઉન્ડમાં રખડતા ઢોરનો અડીંગો રહેવાના કારણે બ્લોક ઓફિસ, સી.એમ.ટી.સી. માં આવતા લોકો તેમજ સ્ટાફના બાળકોને અનેક વખત આવા રખડતા ઢોરનો ભોગ બનવુ પડે છે.  આ દિવાલો બનાવવા માટે પી.આઇ.યુ. વિભાગને પણ અનેકવાર સરકારી હોÂસ્પટલ દ્વારા લેખિત રજૂઆતો કરવા છતાં તેમના પેટનુ પાણી પણ હલતુ નથી અને તેમના પાપે લોકો હેરાન થઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News