ધાનેરા વિધાનસભા બેઠકમાં લોકસંપર્ક કરતા ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:36:25
  • Views : 1020
  • Modified Date : 2019-04-11 06:36:25

ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીનું પ્રચારકાર્ય પૂરજોશમાં ચલાવી રહી છે. ત્યારે બનાસકાંઠા સીટના ભાજપાના ઉમેદવાર
પરબતભાઇ પટેલે આજે ધાનેરા વિધાનસભામાં આવતા વિસ્તારના પ્રમુખ ગામોનો લોકસંપર્ક કરીને પ્રચાર કાર્યને વેગવંતુ બનાવ્યું છે. પટેલે આજે વાઘરોલ, દાંતીવાડા,
પાંથાવાડા, ખિંમત, વાલેર, માલોત્રા, જડીયા, ધાખા અને ધાનેરા ગામોનો પ્રવાસ કરીને ગામેગામ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને આમ જનતાને સંબોધીને નરેન્દ્રભાઇ મોદીને બનાસકાંઠામાંથી પણ એક કમળ અર્પણ કરવા આહ્વાન કર્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથમાં નેતૃત્વ સોંપીને નિશ્ચિત થવાનો અવસર આવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં એક લોકજુવાળ ઉપડ્યો છે અને પુનઃ નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનાવવા સમગ્ર દેશે મક્કમ નિર્ધાર કર્યો છે.
આજે ભાજપાના બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર પરબતભાઇ પટેલ સાથે પ્રવાસમાં બનાસ બેન્કના ચેરમેન એમ. એલ. ચૌધરી, ડીસા માર્કેટ સમિતિના ચેરમેન માવજીભાઇ દેસાઇ, બનાસડેરીના ડેરીના ડાયરેક્ટર પી.જે.ચૌધરી, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ઠાકોર સમાજના અગ્રણી મેરૂજી ધુખ,  ઇશ્વરસિંહ સોલંકી,  નટુભાઇ ચૌધરી વગેરે આગેવાનો પણ જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરા પંથકના ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વ્યાપક આવકાર મળી રહ્યો છે.
ગામેગામ તેમનું ભવ્ય સ્વાગત કરીને જંગી મતોથી જીત અપાવવા આ વિસ્તારની પ્રજા કટીબધ્ધ બની છે. ત્યારે ઠાકોર સમાજ તેમજ દરબાર સમાજના અનેક આગેવાનોએ કોંગ્રેસને
રામ-રામ કરીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.  


Download Our B K News Today App



Related News