ધાનેરાના થાવરની સીમમાં રહેલા વાદી પરિવાર ભોજન માંટે તડપી રહ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 18:11:30
  • Views : 634
  • Modified Date : 2020-04-19 18:11:30

ધાનેરાના થાવરની સીમમાં રહેલા વાદી પરિવાર ભોજન માંટે તડપી રહ્યો છે . એક તરફ સેવાભાવી સંસ્થા દ્વારા લોકોને ઘર સુધી ભોજન આપવામાં આવી રહ્યું છે જ્યારે બીજી તરફ તંત્ર અને ગુજરાત સરકારે આપેલ સૂચના છતાં પણ 300 લોકો ભૂખ્યા હોવાનું સામે આવ્યું હતું....

 

.ગુજરાત સરકારે સૂચના આપેલી છે કે કોઈ ભૂખ્યું ન રહે એ માટે સ્થાનિક તંત્ર એલર્ટ રહે પણ જો વાત કરવામાં આવે ધાનેરાના થવાર ગામના સિમમાં બેઠેલા વાદી પરિવારની. તો અહીંયા 50 જેટલા ઝુંપડા માં 300 કરતા વધુ લોકો રહે છે લોકડાઉનના કારણે મજૂરી ન કરી શકતા આ લોકો ભોજન માટે વલખા મારી રહ્યા છે.બીજા લોકડાઉનમાં આ લોકોને તંત્ર કે સેવાભાવી સંસ્થા દ્રારા કોઈ પણ પકારની ભોજન વ્યવસ્થા કરવામાં આવી નથી ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના બાળકો અનાજના એક એક દાણા માટે વલખા મારી રહ્યા છે. પરિવાર સાથે બાળકો પણ ભોજનની કાગડોળે રાહ જોઈ ને બેઠા છે કે હાલ કોઈ દેવદૂત આવસે અને ભોજન આપશે. પણ કોઈ સંસ્થા કે તંત્ર મદદ ન કરતા બાળકોની સાથે પરિવારને ભૂખનો વલોપાત કર્યા સિવાય બીજી કંઈ જ અપેક્ષા નથી... બાઈટ.   યોગેશ ઠક્કર નાયબ કલેકટર ધાનેરા

ધાનેરામાં અનેક સેવાભાગી સંગઠનો ભોજન આપવાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને તંત્ર પણ કીટ આપવાની વાત કરી છે ત્યારે હવે આ ગરીબ લોકોના મુખ સુધી અનાજ કોણ પહોંચાડે છે તંત્ર કે મસમોટા દાવા કરતા સામાજિક કાર્યકર્તાએ જોવાનું રહ્યું..

Download Our B K News Today App



Related News