ધાનેરાના લાલચોક ખાતે મતદાન જાગૃતિ બાબતે સમજ અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 10:06:40
  • Views : 541
  • Modified Date : 2019-04-06 10:06:40

ધાનેરાના લાલચોક ખાતે લોકસભામાં થનાર મતદાન બાબતે સમજ આપવામાં આવી હતી. તેમજ તે મતદાન કરતા સમયે રાખવાની તકેદારીઓ તેમજ મતદાતાનું મતદાન
પોતાને જેને મત આપવાનું છે તેને મળેલ છે કે કેમ તે બાબતે ધાનેરાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા તેમની ટીમના માણસો દ્વારા આવેલા લોકોને સમજ આપવામાં આવી હતી. ટીપીઓ ગુર્જરએ જણાવેલ કે મોટા ભાગે યુવા વર્ગ છે અને તેમને પહેલીવાર મતદાન કરવાના અધિકારો પણ મળ્યા હશે  અને બીજા ગામડાઓમાંથી આવેલા લોકોને આ મતદાન મશીન કેવી રીતે કામ કરે છે અને મતદાન કેવી રીતે કરવુ તે બાબતે જાણકારી આપવામાં આવી છે. આ મતદાનની જાગૃતિ લાવવા માટે સ્કૂલના બાળકો એ પોસ્ટ કાર્ડ દ્વારા
પોતાના પ્રતિભાવ રજૂ કરવામો આવ્યા હતા અને પોસ્ટ કાર્ડ લાલચોક ખાતે મુકવામાં આવ્યા હતા  અને મોટી સંખ્યામાં લોકોએઆ લાભ લીધો હોવાનું જણાવ્યું હતુ. બાળકોએ સારી એવી કામગીરી કરીને પોસ્ટ કાર્ડ  આધારે લોકોને સમજણ આપી હતી.



Download Our B K News Today App



Related News