ધાનેરા તાલુકા પંચાયતની ગ્રાન્ટ બાબતે તપાસને લઇને સરપંચોમાં ગડમથલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 13:56:21
  • Views : 703
  • Modified Date : 2020-01-20 13:56:21

ધાનેરા તાલુકા પંચાયતની ગ્રાન્ટ બાબતે તપાસને લઇને સરપંચોમાં ગડમથલ 

ધાનેરા તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતના પૂર્વ ટી.ડી.ઓ. દ્વારા માત્રને માત્ર ૨૩ ગ્રામ પંચાયતોને ૭૭ લાખની માતબાર રકમની ગ્રાન્ટ ફાળવી દેવામાંઆવેલ હોવાથી તે ગ્રાન્ટ રીકવર કરવા માટે તાલુકા પંચાયતની સાધારણ સભામાં પણ ઉગ્ર રજૂઆતો થતાં જિલ્લા વિકાસ અધિકારીએ હિસાબી અધિકારીને તપાસ કરવાનું જણાવતા તાત્કાલિક તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે ગ્રાન્ટ લેનાર સરપંચોની ઉંઘ હરામ થવા પામી છે.ધાનેરા તાલુકા પંચાયતમાં જુન-૨૦૧૮ માં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૨૩ ગ્રામ પંચાયતોને ૭૭ લાખ જેટલી સ્ટેમ્પ ડ્‌યુટીની ગ્રાન્ટ બારોબાર ફાળવી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવતા તાલુકા પંચાયતની બે બેઠકોમાં આ ગ્રાન્ટ બાબતે હંગામો થવા પામ્યો હતો અને ખોટી રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાથી આ ગ્રાન્ટ પરત લાવવા માટે ઠરાવ પણ કરવા માટે હંગામો મચાવ્યો હતો. તેમજ આ ગ્રાન્ટ કયા હુકમોના આધારે ફાળવવામાં આવેલ છે તે વિગતો પણ ન હોવાથી જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.જ્યારે આ બાબતે અવારનવાર અખબારમાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ આ ૭૭ લાખની ગ્રાન્ટની વિગતો માટે જિલ્લાના હિસાબી અધિકારી તેમજ તેમની ટીમને ધાનેરા મોકલી તપાસ હાથ ધરતા અનેક સરપંચોના પગ નીચેથી જમીન સરકી જવા પામી છે. તેમજ આ ગ્રાન્ટ અન્ય ગ્રામ પંચાયતોને માત્રને માત્ર ૨૩ ગ્રામ પંચાયતોને આ ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાથી વિવાદ આસમાને


Download Our B K News Today App



Related News