ધાનેરા મો ભાજપ ના ઉમેદવારને જીતાડવા માટે કેન્દ્ર મંત્રી પરસોતમ રૂપાલા ની જાહેર સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 09:20:14
  • Views : 615
  • Modified Date : 2019-04-09 09:57:21

બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા માં કેન્દ્રીય મંત્રી શ્રી પુરષોત્તમ રૂપાલાએ સંબોધી હતી અને બનાસકાંઠા માંથી પરબતભાઇ પટેલો ને જીતાડવા માટે લોકો ને અપીલ કરી હતી.રુપાલાજીએ તેમના સંબોધન માં જણાવ્યું હતું કે ભાજપ ની સરકાર એ ખેડૂતો ની સરકાર છે અને ખેડૂતો માટે અનેક લાભ આપ્યા છે ભાજપ સરકાર ખેડૂતો અને ગરીબો ની સરકાર છે માટે બનાસકાંઠા માંથી એક કમળ દિલ્હી મોકલવાનું આહવાન કર્યું હતું લોકસભા ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષો ધ્વરા ચૂંટણી જીતવા માટે એડીચોટી નું જોર લગાવી રહ્યા છે અને વિવિધ સભાઓ સંબોધવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી શ્રી પુરષોતમ રૂપાલાએ ધાનેરા ના લાલચોક ખાતે સભા સંબોધી હતી અને ભાજપ ના ઉમેદવાર પરબતભાઇ પટેલ ને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે દેશ માં લોકોએ ફરીથી નરેન્દ્રભાઈ મોદી ને વડાપ્રધાન બનવવા માટે મન માનવી લીધું છે અને અત્યાર સુધી કોઈ ઉમેદવાર નહિ જીત્યો હોય તેટલી લીડ થી પરબતભાઇ પટેલ જીતશે કોંગ્રેસ દેશ માં નક્કર જુઠાણું ફેલાવી ને દેશ ને ગેરમાર્ગે દોરી રહી છે પુર વખતે બનાસકાંઠા માંથી કોંગ્રેસ ગાયબ થઈ ગઈ

Download Our B K News Today App



Related News