ધંધુકામાં નવા બસ સ્ટેન્ડનો ઉદ્ઘાટન કાર્યક્રમ કોરોનાના પગલે રદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 11:09:11
  • Views : 348
  • Modified Date : 2020-03-07 11:09:11

અમદાવાદ જિલ્લાના ધંધુકા નવા બસ સ્ટેન્ડના ઉદ્દઘાટનનો કાર્યક્રમ શનિવારના રોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.જેમાં છેલ્લા ૬ મહિનાથી ધંધુકાનું બસ સ્ટેન્ડ ઉદ્દઘાટનની રાહ જોઈ રહ્યું હતું અને બસ સ્ટેન્ડને ઉદ્દઘાટક મળી ગયા બાદ એસટી તંત્રના અધિકારીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો અને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી.જેમાં એસટી તંત્ર દ્વારા મંડપ અને શણગાર માટે લાખો રૂપિયાનો ખર્ચો પણ કરી નાંખવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ કોરોના વાયરસના કારણે રાજકીય કાર્યક્રમ સ્થગીત કરવામાં આવ્યો હતો.તેમજ હવે  આ ઉદ્દઘાટન સમારોહ હવે કોઈ મંત્રી કે અગ્રણીઓના હસ્તે નહિં પરંતુ એસટી તંત્રના અધિકારીઓના હસ્તે જ કરવામાં આવશે. આથી સ્થાનિક એસટી તંત્રના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.જ્યારે આ મામલે એસટી વિભાગનાં ડીસી સાથે વાતચીત કરતાં મંત્રીની સુચનાથી કોરોના વાયરસને ધ્યાનમાં રાખી પબ્લીક ભેગી નહિં કરવા તેમજ સાવચેતીના ભાગરૂપે મંત્રીઓના હસ્તે ઉદ્દઘાટન નહિં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News