બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ ધંધા-રોજગાર શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-20 11:10:45
  • Views : 342
  • Modified Date : 2020-11-20 11:10:45

   દિવાળીના તહેવારને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં
પાંચ દિવસની રજાઓ બાદ ગુરુવારે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ધંધા રોજગાર ફરી ધમધમતા થયા છે.
ઉત્તર ગુજરાતના સૌથી મોટા માર્કેટ પૈકી એક ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં ગતરોજ
વેપારીઓએ પૂજા-અર્ચના કરી
પેઢીની શરૂઆત કરી હતી. વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પણ જોવા મળ્યા. ગતરોજ લાભ પાંચમના દિવસે જ પોતાના ખેતરમાં તૈયાર થયેલો
પાક ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે વેચવા આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, ગતવર્ષે કોરોના મહામારી અને અન્ય કારણોને કારણે મોટાભાગના લોકોને વર્ષ દરમિયાન અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નવું વર્ષ તમામ લોકો માટે ફળદાયી નીવડે અને ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે તેઓ ભગવાનને લાભપાંચમના દિવસે પ્રાર્થના કરી રહ્યા છે. ડીસા યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીઓ પણ વહેલી સવારથી જ પોતાની પેઢી પર આવ્યા હતા. તેમણે ફુલહાર તેમજ પેઢીને સજાવી તેની પૂજા વિધિ કરી હતી. માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટાનું સૌથી વધુ મહત્વ હોય છે. જેથી વેપારીઓએ વજન કાંટાને સજાવી તેની પૂજા- અર્ચના અને ધૂપદીપ કરી લાભ પાંચમના દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર નવા વર્ષમાં ફરી કાર્યરત કર્યા છે. આ વર્ષ સારુ નીવડે તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે.

Download Our B K News Today App



Related News