મારૂ ગામ કોરોનામુક્ત ગામ બનાવવા કુડાસણમાં ૧૭ મે સુધી તમામ ધંધા-રોજગાર બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-09 12:14:15
  • Views : 826
  • Modified Date : 2020-05-09 12:14:15

મારૂ ગામ કોરોનામુક્ત ગામ બનાવવાના ઉમદા અભિગમ સાથે  
ન્યૂ ગાંધીનગરના હાર્દ સમા વિસ્તારમાં આવેલા કુડાસણ ગામમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે તા. ૯ થી ૧૭ મી મે દરમ્યાન ગ્રામ
પંચાયત વિસ્તારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમ્યાન માત્ર દૂધ અને દવાની આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
કુડાસણ ગ્રામ પંચાયતના સરપંચ અંબાલાલ વર્ધાભાઇ
પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગરમાં છેલ્લા થોડાક સમયથી કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે. તેમજ કુડાસણ વિસ્તારમાં પણ કોરોનાનો પોઝીટીવ કેસ મળ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા કુડાસણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સોસાયટી વિસ્તારની તમામ દુકાનો સંદતર તા. ૦૯ થી ૧૭ મે, ૨૦૨૦ દરમ્યાન બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર દુકાનદાર સામે કડક હાથે
 પગલા ભરવામાં આવશે.
પરંતુ આ દરમ્યાન દવા અને દૂધનું વિતરણ કરતી દુકાનો ખુલ્લી રાખી શકાશે, તેવું પણ જણાવ્યું છે.   ગામ પંચાયત દ્વારા સર્વે નાગરિકોને કડક લોકડાઉનનો અમલ કરવામાં સહકાર આપવા પણ જણાવવામાં આવ્યું છે. તેમજ ધરની બહાર નીકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેર્યા  પણ જણાવ્યું છે.  માસ્ક પહેર્યા વગર બહાર નીકળનાર ગામના નાગરિકને પ્રથમ વખત ૫૦૦/- રૂપિયા, બીજી વખત ૧૦૦૦/- રૂપિયા અને ત્રીજી વખત માસ્ક વગર
પકડાય તો તે નાગરિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે. દૂધ, દવા લેવા નીકળતા કે અન્ય કામ અર્થે બહાર આવતા નાગરિકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ પણ કરવા ગ્રામ
પંચાયતે અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News