મહાનગર પાલિકાનો નવો પ્રયોગ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન જાગૃતિ માસની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 12:03:34
  • Views : 279
  • Modified Date : 2021-01-08 12:03:34

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત મહાનગર પાલિકા દ્વારા જાન્યુઆરી મહિનામાં ઘન કચરાના વ્યવસ્થાપન મુદ્દે સોશિયલ મિડીયાના માધ્યમથી નગરવાસીઓને વધુ જાગૃત કરાશે. પ્રથમ સપ્તાહમાં પ્લાસ્ટિક વેસ્ટ, ખાસ કરીને એક જ વખત ઉપયોગમાં લઇ શકાતા પ્લાસ્ટિકના કચરાથી થતાં નુકશાન સંબંધે લોક જાગૃતિના કાર્યક્રમોથી શરૂઆત કરાઇ છે. જન જાગૃત્તિ માટેના આ સ્વચ્છતા અભિયાનમાં જાેડાવા માટે નગરવાસીઓને અપિલ કરવા સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.સી. દવેએ જણાવ્યું કે, બીજા સપ્તાહને સેનેટરી વેસ્ટ અવેરનેશ, ત્રીજા સપ્તાહને સુકા અને ભીના કચરાના વર્ગીકરણના વિષયે અને ચોથા સપ્તાહને ઇ-વેસ્ટ અવેરનેશ વીક તરીકે ઉજવાશે.
પ્લાસ્ટિક વેસ્ટ અવેરનેશ વીક અંતર્ગત હકિકતો અને
આંકડા આપવાની સાથે ક્વિઝ, લોકમત અને લોક પ્રતિસાદ મેળવવા સહિત કાર્યક્રમોનું આયોજન કરાશે. તેમાં કચરાના વ્યવસ્થાપન સંબંધમાં વેબીનાર યોજીને સમજ અપાઇ રહી છે. પરિણામે વધુમાં વધુ નાગરિકો તેમાં સામેલ થઇને કચરાના વ્યવસ્થાપન અંગેની સમજણને વધુ વિકસાવી શકશે. પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા પ્લાસ્ટિક પકડો ઝુંબેશ ચલાવાશે. લોકોને કાપડની થેલી મળી રહે તેના માટે ક્લોથ બેગ બેંક જેવી વ્યવસ્થા ઉભી કરવા ઉપરાંત કાપડની થેલીઓનું વિતરણ કરાશે.
કચરાના વ્યવસ્થાપનની ચાર પ્રકારની માહિતી ચાર સપ્તાહમાં અપાશે. તેમાં કચરો શેમાંથી ઉત્પન્ન થાય છે અને તે શેનો બનેલો છે, તેના પર ધ્યાન અપાશે. કચરાનું યોગ્ય વ્યવસ્થાપન ન થાય તો તેની માઠી અસર અને પર્યાવરણીય નુકશાનની માહિતી અપાશે. વર્તમાનમાં કચરા
વ્યવસ્થાપનની પદ્ધતિઓ, મહાપાલિકા દ્વારા અનુસરાતી
પદ્ધતિઓ અને વ્યવસ્થાપનમાં વ્યક્તિ તથા સમુદાયના સ્તરે નાગરિકોની ભૂમિકા ઉજાગર કરાશે.

Download Our B K News Today App



Related News