વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ફોન પર ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:19:36
  • Views : 1444
  • Modified Date : 2019-07-12 11:19:36

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફોન પર ધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે જીગ્નેશ મેવાણીના સાથીએ ફરિયાદ નોંધાવતા
પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની વિગત જોઈએ તો વરનોડા તાલુકાના માંડલ ગામે અઠવાડિયા અગાઉ એક દલિત યુવકની હત્યા થઈ હતી. જે મામલે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ તેમની પ્રતિક્રિયા આપી. આ ઘટનાને વખોડી કાઢી હતી અને હત્યારાઓને કડક સજા થાય તે માટે રજૂઆત કરી હતી. તે દરમિયાન ગતરોજ બપોરના સમયે જીગ્નેશ મેવાણીના મોબાઈલ નંબર ૯૭૨૪૩૭૯૪૪૦  ઉપર શંખેશ્વરના વિરેન્દ્રસિંહ દરબાર નામના કોઈ અજાણ્યા શખ્સનો ૯૨૬૫૯૫૦૧૬૩ નંબર પરથી ફોન આવ્યો હતો. જોકે તે સમયે જીગ્નેશ મેવાણીનો મોબાઇલ પીએ સતીશ વણસોલા પાસે હોવાથી આ વિરેન્દ્રસિંહ દરબાર જીગ્નેશ મેવાણીને ઉદ્દેશીને ગાળો બોલી હતી અને તમામ દલિતોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે ઘટના બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ એ
પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફોન કરનારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી  છે.

Download Our B K News Today App



Related News