ડીસામાં કોટ બનાવતા સર્જાયું ધમાસાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-08 11:11:59
  • Views : 2508
  • Modified Date : 2019-12-08 11:11:59

ડીસા શહેરના ગુલબાણી નગરમાં આવેલી વિવાદિત ખુલ્લી જગ્યા પર આજે કોટ બનાવવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવી દીધો હતો અને કોટ તોડી દેવામાં  આવતા ઘટનાસ્થળ પર પોલીસે આવીને મામલો થાળે પાડ્‌યો હતો.
ડીસા શહેરમાં  એક કોટે મોટો વિવાદ સર્જી દીધો છે. શહેરના ગુલબાણી નગર નજીક આવેલી જગ્યા ઘણાં સમયથી વિવાદનું કેન્દ્ર બની રહી છે. સ્થાનિકોનું માનીએ તો ડીસા શહેરમાં અગાઉ વિકાસ નકશામાં આ જગ્યા
પર સૂચિત ડી.પી. માર્ગ સૂચવવામાં આવ્યો હતો.  ત્યારબાદ આ જમીન પર
ગેરકાયદેસર રીતે કબ્જો કરીને આખો રસ્તો બંદ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  અગાઉ પણ આ જગ્યાને લઈ આ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો અને જમીનના કથિત માલિક આમને સામને આવી ગયા હતા અને આ આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ જમીનના કથિત માલિક અને સ્થાનિકો વચ્ચે આ ખુલ્લી જમીનના વિવાદને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેતે સમયે કોર્ટ દ્વારા આ ખુલ્લી જગ્યા પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા પર સ્ટે ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.  ત્યારે  એકવાર ફરી આ જગ્યા પર જમીનના કથિત માલિક દ્વારા બાંધકામ કરવામાં આવતું હોવાના લીધે સ્થાનિકોએ તેનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
 ત્યારે આ મામલે જ્યારે આ ખુલ્લી જમીન પર બાંધકામ કરી રહેલા શખ્સનો અમે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વિવાદિત જગ્યા પર અગાઉ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ બધી જ કાર્યવાહી પતિ ગઈ છે.  હવે કોઈપણ પ્રકારનો વિવાદ ન હોવાના લીધે અમે બાંધકામ કરી રહ્યા છીએ અને જો કોઈને આ બાબતે તકલીફ હોય તો તેના માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના દરવાજા ખુલ્લા છે.
સમગ્ર ઘટના બન્યા બાદ ઉશ્કેરાયેલા લોકો વિવાદિત જગ્યા પર ચાલી રહેલા
બાંધકામ પર પહોંચી બાંધકામ તોડી પાડ્‌યું હતું અને મામલો ઉગ્ર બની ગયો હતો.  પરંતુ ઘટના ઉગ્ર બનતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જમીન પર થઈ રહેલા બાંધકામ પર ઉભેલા ખાનગી માણસોની અટકાયત કરી મામલો થાળે પાડ્‌યો હતો. આ સમગ્ર ઘટનામાં એક તરફ એક વ્યક્તિ છે તો બીજી તરફ સમગ્ર સમૂહ છે. ત્યારે વકરતી જતી આ સમસ્યામાં જવાબદાર લોકોએ પણ આગળ આવીને સમાધાન કરી રસ્તો લાવી આપવો જોઇયે કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ના સર્જાય...! 


Download Our B K News Today App



Related News