બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 11:27:38
  • Views : 657
  • Modified Date : 2020-06-13 11:27:38

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી હતી. ત્યારે જિલ્લામાં સાંજના સમયે વાદળો ઘેરાયા હતા. અને
પળભરમાં ભારે વરસાદ પડ્‌યો હતો. વરસાદ પડતાની સાથે જ ટાઢક પ્રસરી હોવાનો અનુભવ થયો હતો.
સમગ્ર રાજ્યમાં અને જિલ્લાભરમાં અંગ દઝાડતી ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્‌યા હતા. એક બાજુ કોરોના વાયરસ અને બીજી બાજુ આ આગઝરતી ગરમીમાં એકાએક વાતાવરણમાં ભારે
પલટો આવ્યો હતો. તેની સાથે જ કાળા ડિબાંગ વાદળોએ જિલ્લાભરમાં ઘેરો ઘાલ્યો હતો.  ત્યારે પળભરમાં જ ભારે ગાજવીજ અને પવન સાથે તેજ ધારે વરસાદ પાડવાનું શરૂ થઈ જવા પામ્યું હતું. ત્યારે વરસાદ પડતાની સાથે જ જિલ્લામાં ઠંડક પ્રસરી હોવાનું અનુભવાયું હતું. ત્યારે બપોર બાદ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અને બપોર બાદ હવામાનમાં બદલાવ આવતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે  પાલનપુર, વડગામ, સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી લોકો ઘરમાં ગરમીથી કંટાળ્યા બાદ પવન સાથે વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ મિજાજમાં આવી ગયા હતા.
શહેરી વિસ્તારમાં વરસાદમાં લોકો ન્હાતા નજરે
પડ્‌યા હતા. એક બાજુ ખેડૂતોના ખેતરોમાં પાકને નુકસાન થાય તેવી પણ ભીતિ સર્જાઈ હતી. હજુ લોકોના ખેતરમાં બાજરીની સીઝન ચાલતી હોય અને પાક હજુ સુધી ખેતરમાં પડ્‌યા હોય અને બાજરી લાવણી હજુ ચાલુ હોય ત્યારે ખેડૂતોને પણ પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ હતી. 

Download Our B K News Today App



Related News