શહેરમાં RTPCR કીટના ઓછા સપ્લાયથી ધક્કા ખાતા નાગરિકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-16 11:57:37
  • Views : 267
  • Modified Date : 2021-04-16 11:57:37

પાટનગરમાં સામાન્ય તાવ અને શરદીના દર્દીઓનું કોરોના છેકે નહિ તેના માટે ટેસ્ટીંગ ડોમ ઉભા કરાયા છે. વહેલી સવારથી જ નાગરિકો તપાસ માટે લાઇન લગાવે છે. પરંતુ કરમની
કઠીણાઇ તો જુવો, કેટલાક લોકોનો વારો આવતા જ કીટ
પુરી થઇ જવાના કારણે પાછા જવુ પડી રહ્યુ છે. સરકાર સબ સલામતના દાવા કરી રહી છે.
પરંતુ હવે તો ટેસ્ટીંગ કીટનો જથ્થો પણ પુરતો નહિ મળવાના કારણે હાલાકી વેઠવી પડી રહી છે. કોરોનાનો બીજાે સ્ટેન ઘાતક હોવાના કારણે નાગરિકો ઢીલાશ રાખતા નથી. સામાન્ય તાવ કે શરદી જેવા લક્ષણો જાેવા મળતા જ ટેસ્ટીંગ સેન્ટર તરફ દોડ લગાવે છે. ત્યારે મહાપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં સવાર પડતા જ લોકો કોરોના ટેસ્ટ માટે લાઇનમાં લાગી જાય છે. શહેરના સેક્ટર ૨૧ ડીસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો લાઇનમાં લાગી જાય છે. શરૂઆતમાં આ સ્થિતિ જાેવા મળતી ન હતી. પરંતુ હવે લાંબી લાંબી કતારો જાેવા મળી રહી છે.
એક તરફ દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળતા નથી, રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર થવા લાગ્યા છે. સ્મશાનના આંકડા બોલી રહ્યા છેકે, લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ત્યારે હવે શહેરમાં આરટીપીસીઆર કીટની પણ તંગી જાેવા મળી રહી છે. આ બાબતે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં રોજનો આરટીપીસીઆર કીટનો જથ્થો ઓછામાં ઓછો ૧૫૦૦ જેટલો જરૂરી બન્યો છે. પરંતુ તેની સામે માત્ર ૧૦૦૦ કીટ મળી રહી છે.
પરિણામે લોકોના ટેસ્ટ મર્યાદીત સંખ્યામાં થઇ રહ્યા છે. એક નાગરિકે કહ્યંુ હતંુ કે, એક તો બિમારી અને ગરમીમાં વહેલી સવારથી લાઇનમાં લાગી જઇએ છીએ. જ્યારે નંબર આવે ત્યારે સેન્ટરને બંધ કરવામાં આવે છે. ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવુ જાેઇએ. સેન્ટર ઉપર બેસવાની ના થાય તો ક્યાંક છાયડો મળે તેવી જગ્યાએ ડોમ ખોલવા જાેઇએ. નહિ તો અહિ આવતા અનેક લોકોને અન્ય બિમારીનો સામનો કરવો
પડશે.

Download Our B K News Today App



Related News