ધાખા ગામની યુવતીની શોધખોળમાં પોલીસ ઢીલી નિતી અપનાવતા લુહાર સમાજ નારાજ લુહાર સમાજના મોટી સંખ્યામાં લોકોએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 13:00:55
  • Views : 573
  • Modified Date : 2019-07-29 13:00:55

પોલીસને રજૂઆત કરી ધાનેરા તાલુકાના ધાખા ગામની યુવતીને લલચાવી ફોસલાવી એક યુવક લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતાં યુવતીના પરિવારજનોએ પોલીસને ફરિયાદ આપવા છતાં ૧૫ દિવસથી કોઇ પત્તો ના મળતા ધાનેરા તાલુકાના લુહાર સમાજના આગેવાનો અને યુવાનો પોલીસ મથકે આવી પોલીસને રજૂઆત કરી હતી. તેમજ આ બાબતે બે દિવસમાં જવાબ નહી મળે તો ઉપવાસ ઉપર ઉતરવાની પણ ચિમકી આપી હતી.ધાખા ગામે રહેતા મોહનભાઇ શંકરભાઇ લુહાર મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અને ૧૪ જુલાઇના રોજ પોતાની દિકરી મોડે સુધી ઘરે ન આવતા તેઓએ શોધખોળ કરતા જાણવા મળેલ કે પોતાના જ ગામનો માજીરાણા ભમરાભાઇ અમરાભાઇ પોતાની દિકરીને લલચાવી ફોસલાવી બદકર્મ  કરવાના ઇરાદે ભગાડી ગયેલ હોવાનું જાણવા મળતા તેઓએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. અને તે બાબતે પોલીસે તપાસ કરવા માટેની ખાત્રી પણ આપી હતી. પરંતુ આ ઘટનાને ૧૫ દિવસ વિતી જવા છતાં પોલીસની કામગીરી ધીમી જણાતાં ધાનેરા તાલુકાના લુહાર સમાજના તમામ આગેવાનો તેમજ યુવાનો ધાનેરા ખાતે એકત્ર થયા હતા અને તેઓ ધાનેરા પોલીસ મથકે આવી ધાનેરા પી.એસ.આઇ. ને મળ્યા હતા અને તાત્કાલિક તપાસ કરી યુવતીને પાછી લાવવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો બે દિવસમાં પોલીસ આ બાબતે તપાસ કરીને કાર્યવાહી નહી કરે 



Download Our B K News Today App



Related News