પાલનપુરમાં ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં સરકારની ગાઈડલાઇનના ધજાગરા : ફોટા પડાવી રક્તદાન કેમ્પ પૂર્ણ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 13:11:30
  • Views : 179
  • Modified Date : 2021-05-31 13:11:30

     એક તરફ વિશ્વ કોરોના મહામારી સામે બાથ ભીડી રહ્યું છે. આવા સમયે કોરોનાથી બચવા ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ માસ્ક પહેરવું,સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હાથ સેનિટાઈઝ કરવા જેવી ગાઈડલાઇન  સરકાર દ્વારા આપવામાં આવી છે... પરંતુ આ ગાઈડલાઇન ભાજપના નેતાઓ માટે નથી એવું લાગી રહ્યું છે જેમાં આજે ભાજપ યુવા મોરચા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.પાલનપુર ખાતે યોજાયેલ આ આયોજન માટે કહી શકાય કે, "બડેમીયા તો બડે મિયા, છોટે મિયા શુભાન અલ્લાહ" આવું કહેવા પાછળનું કારણ છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે. આ સમયે આ પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને ભાજપના મોટા નેતાઓ ચૂંટણી રેલી,મેળાવડા અને અન્ય આયોજન અવાર-નવાર કરે છે. આવો જ એક કાર્યક્રમ ભાજપની કેન્દ્ર સરકારને સાત વર્ષ થયાં તેની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં જોવા મળ્યો છે..રાષ્ટ્રીય અને રાજ્યના મોટા નેતાઓ રેલી,મહાસભા કે રોડશો દ્વારા સોશિયલ ડિસ્ટનસના ધજાગરા કરે છે. આવા સમયે સ્થાનિક નેતાઓ પણ પોતાને મોટા નેતા બતાવવા એવા આયોજન કરે છે. અત્યારના સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ થાય તે સરાહનીય છે. ત્યારે માત્ર ફોટા પડાવી કાર્યક્રમ કરી સરકારની સાત વર્ષની ઉજવણી દર્શાવવા આયોજિત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.

    સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેમાં સરકાર દ્વારા તમામ "ગાઈડલાઈન" બનાવામાં એવી  છે .જેમાં સોશ્યિલ ડિસ્ટનસિંગ પણ છે . ભાજપના મોટા મોટા નેતાઓ તેમના જન્મદિવસો ,અને લગ્ન પ્રસનગો તેમના ફાર્મ હોઉસ પર ઉજવે છે . જે તમામ સરકાર મુજબ બનાવેલા નિયમોનું ધજાગરા ઉડાવે છે. ત્યારે જિલ્લાના કાર્યકર્તાઓ  પાલનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં રક્તદાનનો કેમ્પ નો કાર્યક્રમ કર્યો હતો .જેમાં અનેક લોકોએ રક્તદાન કર્યું.  આ કેમ્પમાં તમામ "ભાજપ" ના  નેતા અને કાર્યકરતા જોડાયા  અને માત્ર સરકાર મુજબ બનાયલ નિયમનું પાલન  ન કરી પબ્લિસિટી માટે બધું જ કરતા નજરે પડ્યા હતા.

    અહીં એક વાત ઉલ્લેખ જરૂરી છે કે વિશ્વની સૌથી વધુ કાર્યકર ધરાવતી રાજકીય પાર્ટીના આ આયોજનમાં પુરી સો બોટલ લોહી પણ એકઠું થઈ શક્યું નથી. આ કાર્યક્રમ સવારે  8:00 થી 12:00  વાગે સુધી હોવા છતાં સફળતા ન મળી હોવાનું કહી શકાય.પાલનપુર નગરપાલિકાના યુવા કોર્પોરેટરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે માત્ર દેખાવ કરવા,ફોટો પડાવવા અને પોતાનો રાજકીય પ્રોફાઈલ મજબૂત બનાવવા જ જાણે આવા કાર્યક્રમોનું આયોજન થયું હોય એવું જણાય છે.

     પાર્ટીના મોટા નેતાઓને જોઈ નાના નેતાઓ અને કાર્યકરો પણ આપણને શું થાય,આપણી તો સરકાર છે એવા વિચાર સાથે સોશિયલ ડિસ્ટનસ અંગે ગંભીરતા ન રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં જોવા મળે છે. ભાજપ યુવા મોરચાના બનાસકાંઠા જિલ્લાના કાર્યકરો અને પદાધિકારી, જિલ્લા કારોબારી અને તાલુકાના હોદ્દેદારો ગણીએ તો અઢીસો કરતાં પણ વધારે થાય. ત્યારે માત્ર સિત્તેરથી એંસી જેટલી બોટલ લોહી એકત્ર કરી ત્રણસો કરતાં વધારે ફોટો પાડ્યા હોવાનું સ્થાનિક કાર્યકરોમાં આજે ચર્ચાનો વિષય રહ્યો છે. એક હોદ્દેદારે જણાવ્યું કે કોઈ બ્લડ બેન્ક સાથે સંકલન કરી ભાજપના યુવા કાર્યકરો ત્યાં જ લોહી ડોનેટ કરી આવે એવું આયોજન કર્યું હોય તો વધુ અસરકારક રહે.આમ છતાં મીડિયાનો મોહ અને આઇટી સેલના આદેશથી સોશિયલ ડિસ્ટનસના ધજાગરા સાથે બ્લડ ડોનેશન કેમ્પ સંપન થયો હતો. 

Download Our B K News Today App



Related News