વડગામના ભરકાવાડા ગામે સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા : બાલતરું પ્રતિષ્ઠા મહોત્સવમાં 1500થી વધુ ગ્રામજનોનું ટોળું ભેગું થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-05 12:29:17
  • Views : 666
  • Modified Date : 2021-07-05 12:29:17

     એક તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે અને લોકો કોરોનાથી ઓછા સંક્રમિત થાય તે માટે સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે આખે આખા ગામે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની ઘટના બની છે, ભરકાવાડા ગામે બાલતરુ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. VSSM સંસ્થા અને ગામના આગેવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 551 દંપતીઓએ શાસ્ત્રો અનુસાર વિધિ કરી ગામના સ્મશાન ગૃહમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં ગામના 1500 થી પણ વધુ લોકો એકઠા થયા હતા આટલી મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હોવાના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ગામના સરપંચ અને તલાટીની જવાબદારી હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા હોવા છતાં પણ આ મામલે તંત્ર બેખબર હતું ત્યારે જિલ્લાના સત્તાધીશો આ મામલે કડક કાર્યવાહી કરે તેવી બનાસકાંઠાના જાગૃત નાગરિકોની માંગ છે.

Download Our B K News Today App



Related News