બટાકામાં મંદી આવતા ખેતરમાં પડેલા ઢગલા બગડવાની સ્થિતિ ઉપર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 12:06:35
  • Views : 374
  • Modified Date : 2021-03-19 12:06:35

બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસામાં આ વર્ષે બટાટાનું મબલખ ઉત્પાદન થયું છે. મોટી આશા સાથે વાવેલા બટાકાએ આ વર્ષે ખેડૂતોને રોવડાવ્યા છે. મોંઘા ભાવના બિયારણ વાવીને ખેડૂતો આજે મોટું દેવું કરી માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને બટાકા નીકળવાની સાથે ભાવ ઘટતાં જાેવા મળ્યા હતા. ત્યારે પાછળથી ભાવ વધશે તેવી આશા કરી બેઠેલા ખેડૂતો પાસે આજે સ્ટોરમાં પણ જગ્યા નથી. માર્કેટમાં ભાવ માત્ર ૬૦ થી ૧૧૦ રૂપિયા ભાવ છે. જે ખાલી બટાકાના ઉત્પાદન પછી માત્ર માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચો વધુ લાગે છે. ત્યારે અત્યારે કોલ્ડ સ્ટોરેજ ફૂલ થતાં ખેડૂતો ઢગલા કરવા મજબૂર બન્યા છે.
બટાકાએ આ વર્ષે ખેડૂતોને રોવડાવ્યા છે. સરકારનું પણ
પેટનું પાણી હાલતું નથી. સરકાર કટ્ટા દીઠ સબસિડી તેમજ ટેકાના ભાવે નહીં ખરીદે તો ચાલુ વર્ષ ખેડૂતો પાયમાલ થશે.

Download Our B K News Today App



Related News