સલ્લાથી ગઢ જવાના માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા કાચા માલના ઢગલા અધવચ્ચે કરવાથી અકસ્માતની ભીતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 12:08:12
  • Views : 459
  • Modified Date : 2020-10-15 12:08:12

સલ્લાથી ગઢ જવાના  માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી માહોલમાં માર્ગ ઉપર ખાડા
પડેલ હોવાથી ખાડાના રીપેરીંગ અર્થે જાહેર માર્ગની વચ્ચે કાચા માલના ઢગલા કર્યા હોવાથી આ ઢગલાને બે માસથી વધારેનો સમય વિતી ગયો હોવા છતાં
પણ આ ઢગલાને દૂર કરવામાં આવ્યા નથી. જેથી ગામલોકોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. પાલનપુર તાલુકાના સલ્લા ગામના જાહેર માર્ગો ઉપર વરસાદી માહોલમાં જાહેર માર્ગ ખખડધજ થઈ જવાથી વાહનચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને અનુસંધાનમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખખડધજ માર્ગને થીંગડા મારી સંતોષ માનવામાં આવ્યો હતો. આ જાહેર માર્ગ પર કાચા માલના ઢગલા કરતા વાહનચાલકોને અવર-જવરમાં મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. જેથી ગામલોકોની માંગ છે કે આ કાચા માલના ઢગલાને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે.

Download Our B K News Today App



Related News