ડીસામાં વીસ વર્ષમાંજ જર્જરિત બની ગયેલા રાજીવગાંધી શોપીંગના સીડીનો ભાગ ધડાકાભેર તૂટ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 10:44:12
  • Views : 305
  • Modified Date : 2020-12-16 10:44:12

ડીસા નગરપાલિકાના
રાજીવગાંધી શોપીંગ સેન્ટરમાં આવેલી સીડીનો સ્લેબ મંગળવારે બપોરે ધડાકાભેર તૂટી ગયો હતો. જેના પગલે શોપીંગ સેન્ટરમાં દોડધામ મચી ગઈ હતી. આ શોપીંગ સેન્ટરના પિલ્લર પણ ફાટી જતાં દુકાનોના વહેપારીઓના જીવ પડીકે
બંધાયા છે આ અંગે પાલિકામાં રજૂઆત કરાઈ હોવાના કોઈ પગલાં ના લેવાતા વહેપારીઓમાં નારાજગી પ્રસરી છે.
શહેરની મધ્યમાં ફુવારા સર્કલ પાસે આવેલું રાજીવ ગાંધી કોમ્પલેક્સમાં  વીસ વર્ષ અગાઉ પાલિકાએ બનાવ્યું હતું. જેમાં ૧પ૦ જેટલી દુકાનો આવેલી છે. આ શોપીંગ સેન્ટરમાં બેન્ક તેમજ હોસ્ટેલ પણ આવેલી છે. પરંતુ માત્ર વીસ જ વર્ષમાં શોપીંગ સેન્ટરનો કેટલાક ભાગ જર્જરીત બન્યો છે. અને ર્જિણ થઈ જતાં તેના સળીયાકાટ ખાઈ જવાના કારણે બાંધકામ નબળુ થઈ ગયું હતું. જેથી ગમે ત્યારે તૂટી પડવાનો ભય હોવાથી શોપીંગ સેન્ટરના વેપારીઓએ પાલિકામાં રજૂઆત કરી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા છેવટે મંગળવારે સીડીનો મોટો સ્લેબ મંગળવારે બપોરે ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદ્‌ભાગ્યે કોઈને ઈજા થવા પામી ન હતી. પરંતુ સ્લેબ તૂટતા વેપારીઓમાં બાંધકામને લઈને ભય પેસી ગયો છે. અને અધ્ધર જીવે વેપાર કરી રહ્યા છે.
આ શોપીંગ સેન્ટરના કેટલાક પિલ્લર ફાટી ગયેલા છે. જેથી તિરાડો પહોળી
બનતા સળીયા બહાર ડાકોઈ રહ્યા છે. જેના કારણે આ શોપીંગ સેન્ટરના બાંધકામને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. કોઈપણ નાગરિકનું મકાન જર્જરિત થાય તો મકાન ઉતારી લેવા નોટીસ અપાય છે. પરંતુ પાલિકાનું શોપીંગ સેન્ટર જર્જરિત થયું છે તેનું ભાડું પણ પાલિકા ઉઘરાવી રહી છે. છતાં તેના રીપેરીંગ માટે કોઈજ કાર્યવાહી અનેક રજૂઆતો બાદ પણ હાથ ધરાતા શોપીંગ સેન્ટરના વેપારીઓમાં
નારાજગી પ્રસરી છે.

Download Our B K News Today App



Related News