ઢબુડી માના નામે ચૂંદડી પાછળ રહેતા ધનજીનો અસલી ફોટો આવ્યો સામે, તમે પણ જોઈ લો આ ધૂતારાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 11:45:34
  • Views : 1582
  • Modified Date : 2019-08-29 11:45:34

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ચર્ચા જગાવનાર ઢબુડી માનો ફોટો આખરે સામે આવી ગયો છે. હંમેશા ચૂંદડીની પાછળ રહેતાં ધનજી ઓડનો અસલી ચહેરો જોવા મળી ગયો છે. ઢબુડી માના ધતિંગથી લાખો લોકોને ઠગનાર ધનજી ઓડ હાલ ફરાર છે. તેના ચાંદખેડા સ્થિત બંગલો અને ઓફિસને તાળાં મારેલાં છે. અને પોલીસ હાલ ઢબુડી માની આડમાં ગોરખધંધા કરતાં ધનજીને શોધી રહી છે.

અમદાવાદના જે આલિશાન બંગલોમાં રહે છે, તે હકીકતમાં ભાડે રહે છે. અને મકાનમાલિકે ધનજીને બંગલો ખાલી કરી દેવા માટે નોટિસ આપી છે. તો પોલીસમાં અરજી બાદ જ્યારે પોલીસ ઢબુડી માના ચાંદખેડા સ્થિત ઘરે પહોંચી તો ત્યાં તાળાં લાગેલાં છે. અંધશ્રદ્ધાની આડમાં લોકોનાં વિશ્વાસ સાથે ખેલ રમતાં ધનજી માટે હવે દિવસો કપરાં સાબિત થઈ રહ્યા છે. આજે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, ધનજી ઓડનો ચાંદખેડા સ્થિત બંગલો ભાડે લીધેલો છે. અને ઢબુડી મા દર મહિને બંગલાનું 36 હજાર ભાડૂં ચૂકવે છે. તો મીડિયામાં ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ થતાં મકાનમાલિકે ધનજી ઓડને બંગલો ખાલી કરી દેવા માટે નોટિસ આપી છે.3

તો ગઈકાલે ધનજી ઓડ સામે બોટાદના એક પિતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અરજીને લઈ પોલીસ ઢબુડી માના ચાંદખેડા સ્થિત બંગલો પર પહોંચી હતી. પણ પોલીસ અરજી થતાં જ ઢબુડી ઘરને તાળાં મારીને પરિવાર સાથે ક્યાંય ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં, પોલીસે ચાંદખેડા સ્થિત ઓફિસ ઉપર પણ તપાસ કરવા ગઈ હતી. પણ ત્યાં પણ તાળાં લાગેલાં જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News