DGP વિકાસ સહાય મૃતક ASIના ઘરે પહોંચ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-27 17:04:12
  • Views : 102
  • Modified Date : 2024-01-27 17:04:12

તાજેતરમાં અમદાવાદના કણભા વિસ્તારમાં એક બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરે પોલીસની ગાડી પર હુમલો કરીને વાહનને ટક્કર મારી હતી. જેને લઈ આ અકસ્માતમાં એક ASI ગંભીર રીતે ઘાયલ થતા જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ ASI બળદેવ નિનામાને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપી હતી.રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ મૃતક ASI બળદેવ નિનામાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ સારોલી ગામે મૃતક ASIના ઘરે વિકાસ સહાય અને એસપી વિજય પટેલ પહોંચ્યા હતા. ડીજીપીએ પોલીસ કર્મીના બાહોશી ભર્યા સાહસ સાથેની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. જોકે પોલીસ જીવ ગુમાવવાને લઈ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News