બીજી લહેર બાદ ૯ એપ્રિલથી મદિર બંધ કરવામાં આવ્યું હતું ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૧૨ જુલાઈથી પુન ઃ ખુલ્લું મુકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-10 12:10:42
  • Views : 282
  • Modified Date : 2021-07-10 12:10:42

     કોરોનાની મહામારીના પગલે સરકારનાં આદેશ મુજબ રાજ્યભરના નાના મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જે અન્વયે ગાંધીનગરનું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ ગત તા. ૯ એપ્રિલથી જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.  કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૯ એપ્રિલથી બંધ કરી દેવામાં આવેલ સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિરના દ્વાર તા. ૧૨ મી જુલાઈ સોમવારનાં રોજ રથયાત્રાના પવિત્ર દિવસથી સવારે ૧૦ કલાકથી સાંજના ૭.૩૦ કલાક સુધી ખુલ્લા કરી દેવામાં આવશે. સોમવારથી ભાવિક ભક્તો દર્શનની સાથે વોટર શોનો પણ આંનદ માણી શકશે. સમય જતાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગતા સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે ૭ઃ૪૫ કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. જાે કે નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.

Download Our B K News Today App



Related News