કડાણા ડેમનું પાણી ઊતરતાં ભક્તોને થયા નંદીનાથ મહાદેવના દર્શન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 15:23:35
  • Views : 98
  • Modified Date : 2023-06-25 15:23:35

મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા પૌરાણિક નંદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા છે. ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નંદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે. ડેમની જળસપાટી નીચી જતા નંદીનાથ મહાદેવના દર્શન કરવા માટે નાવડીઓ લઈને શિવભક્તો ઉમટી પડ્યા છે. ઔલોકીક શિવજીની ગુફા 20 વર્ષ બાદ ગત અને આ વર્ષે ખુલ્લી જોવા મળી રહી છે. કડાણા ડેમની વચ્ચે આવેલું 850 વર્ષ જૂના મંદિરના દ્વાર ખુલ્યા છે. કડાણા ડેમની જળ સપાટી ઘટાડો થતા ગુફામાં મહાદેવના દર્શન થઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને મહાદેવના દર્શનાર્થે જઈ રહ્યા છે. નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થતા ભક્તોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.એક લોકવાયકા મુજબ, અહીંયા મહિપુનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ બાદમાં ડેમનું નિર્માણ થતાં ગુફામાં આવેલા નંદીનાથ મહાદેવ મંદિર ડૂબી ગયું હતું. ડેમમાં જળ સપાટી વધતા મંદિર પાણીમાં ગરક થઈ જાય છે. 850 વર્ષ જૂનું આ ઔલોકિક શિવજીનું મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું. આ વર્ષે ફરી એકવાર મંદિર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે.

Download Our B K News Today App



Related News