સેક્ટર ૪માં આવેલા શનિદેવ મંદિરમાં આવતા ભક્તોને ગંદકીમાંથી મંદિરમાં જવા મજબૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-20 12:11:19
  • Views : 274
  • Modified Date : 2021-08-20 12:11:19

     સેક્ટર ૪- સી પાસે આવેલું શનિદેવ હનુમાનજીના મંદિર પાસે રખડતા ઢોર અને ગાયોને લઈ રહીશો પરેશાન થઈ ચૂક્યા છે. જ્યાં મંદિર છે તેની સામે જ ગાયો બેસતી હોય છે. જેના કારણે ગંદકી થાય છે. ત્યારે આવતા જતા ભક્તોને ગંદકી અને છાણ વચમાં થઈ મંદિરમાં જવું પડે છે. જેના કારણે  લોકો પરેશાન થઈ ગયા છે. ઉપરાંત ચોમાસુ હોવાથી થોડોક વરસાદ પડે છે અને ત્યાં પાણી ભરાઈ જવાથી ગાયોના છાણના કારણે ગંદકી થાય છે અને મચ્છરનો ઉપદ્રવ થાય છે જેને લઈ રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે. રખડતા ઢોર અને આ મંદિર પાસે ગંદકી દૂર થાય તેવી માંગ રહીશો માંગ છે. જ્યાં મંદિર હોય ત્યાં સ્વછતા હોવી જાેઈએ તેવી લોકોની સ્વાભાવિક પણે માગણી હોય છે. ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી લોકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે ખાસ આ ગંદકી અને રખડતા ઢોરનો પ્રશ્ન હલ થાય અને મંદિર પાસે સ્વછતા જળવાઈ તેવી રહેવાસીઓ આશા રાખી રહ્યા છે.

Download Our B K News Today App



Related News