દેવદરબાર જાગીર મઠ મહંત 1008 બળદેવનાથ બાપુ એ કન્યાઓ ના વિદ્યા સંકુલ માટે એક લાખ અગિયાર હજાર નું રોકડ દાન આપ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:39:39
  • Views : 249
  • Modified Date : 2022-03-22 11:39:39

 

દિયોદર વી કે વાઘેલા હાઈસ્કૂલ ના પ્રમુખે કન્યા ઓ માટે એક લાખ અગિયાર હજાર નું રોકડ દાન તેમજ દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા નું  એકવીસ હજાર નું રોકડ દાન

દિયોદર ઠાકોર સમાજ દ્વારા ગત સપ્તાહમાં કન્યા કેળવણી રથનું સમાપન થયું હતું..જે રથ દિયોદર તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી દિયોદરના મોજરું ખાતે પુર્ણાહુતી થઈ હતી જેમાં કન્યા હોસ્ટેલના બાંધકામ માટે એક કરોડથી વધુનું રોકડ દાન એકત્રિત થયું છે..જેમાં તાલુકાના વિવિધ સમાજે ઉદાર હાથે ફાળો આપી ઠાકોર સમાજની દીકરીઓ ભણે એ માટે સહભાગી થયા હતા..જેના ભાગ રૂપે દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે જેમણે કન્યા હોસ્ટેલના બાંધકામ માટે દાન આપ્યું તેવા દાનવીર દાતાઓનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે ઠાકોર બોર્ડિંગ ખાતે જે કન્યા હોસ્ટેલ બનવા જઈ રહી છે તે દીકરીઓ માટે ખૂબ ઉજવળ ભવિષ્ય કહેવાય..આ હોસ્ટેલમાં સમાજની દીકરીઓ ભણી ને ખૂબ આગળ વધે અને સમાજ અને મા-બાપનું નામ રોશન કરે..રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ઠાકોર સમાજના આગેવાન કેસાજી ચૌહાણે તમામને આવકાર્યા હતા અને જે સમાજના લોકોએ ફાળો આપ્યો તેમને અભિનંદન પાઠવ્યા હતા..આ પ્રસંગે દાતાઓ , ટ્રસ્ટીગણ તેમજ સમાજના આગેવાનો  અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Download Our B K News Today App



Related News