દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 13 ઈંચ વરસાદ, હજી બે દિવસ ભારે વરસાદની આગાહી; રાજ્યમાં લીલો દુષ્કાળ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-30 15:47:42
- Views : 521
- Modified Date : 2019-09-30 15:47:42
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહી છે.સૌરાષ્ટ્રના ભાણવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં 172 ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડ્યો હતો.તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ
| ઝોન | વરસાદ |
| કચ્છ | 172 % |
| દક્ષિણ ગુજરાત | 142% |
| સૌરાષ્ટ્ર | 145% |
| મધ્ય ગુજરાત | 124% |
| ઉત્તર ગુજરાત | 106% |
બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના સમગ્ર ગુજરાતમાં બે દિવસ (30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર)ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી ખાતે વરસાદ પડશે. જ્યારે 2 ઓક્ટોબરે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે. 3 ઓક્ટોબરે દક્ષિણ, દમણ અને દાદરાનગર હવેલ તથા ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદ થશે ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે અન્યત્ર વરસાદની સંભાવના નથી. 4 ઓક્ટોબરે પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરામાં વરસાદ થશે બાકીના વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી.પોરબંદરમાં 2 ઇંચ, રાણાવાવમાં 4 ઇંચ, કલ્યાણપુરના ગામડાઓ બેટમાં ફેરવાયા. આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગત રાતથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા 2 ઇંચ નોંધાયો છે. વીજળીના ભયાનક કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાણાવાવમાં 4 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભારે વરસાદથી હર્ષદ માતાજીના મંદિરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. હાલ પાણી ઓસરી રહ્યા હોવાથી 2થી 3 ફૂટ પાણી ભરાયેલા છે. જાંમનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 4થી 14 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ ખેડૂતોના પાકને નુકસાન થતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.સિંધણી ડેમ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું. કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફ્લો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા હર્ષદ, ગાંધવી, દેવળીયા સહિતના ગામોને સાવચેત કરાયા છે. એક ફૂટ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ભારે વરસાદથી ગામડાઓ ટાપુમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાત્રાધામ હર્ષદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી મોટુ નુકશાન પહોંચ્યું છે. હર્ષદ માતાજીના મંદિર ખાતે આવતા યાત્રાળુ દર્શન કર્યા વગર પરત ફર્યા હતા. એસટી બસને અંદર જવાની મનાઈ છે. ભાણવડ તાલુકાના સાઈદેવળીયા ગામ પાસે આવેલા વેરાળી નં. 2 ડેમ ઓવરફ્લો થતા સાઈદેવળીયા ગામ તથા ભાણવડ ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.જૂનાગઢ અને કેશોદમાં બે ઇંચ જૂનાગઢ અને કેશોદમાં રાતથી સવાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. દંધુસર ગામની ઉબેણ નદીમાં એક રિક્ષા અને બાઇક તણાતા ચાર વ્યક્તિ ફસાયા હતા. આથી ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે ટીમ પહોંચી હતી. ફારયબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કરી ચારેયને બચાવી લીધા હતા. કુતિયાણાથી પસવારી જતા વાડી વિસ્તારમાં સાત લોકો ફસાયા હતા. જેને એનડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. તાલાલામાં વધુ ત્રણ ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.ખાંભા પંથકમાં આખી રાત વરસાદ પડ્યો. ખાંભા પંથકમાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે આખી રાત પણ વરસ્યો હતો. વરસાદના પગલે ખાંભાની ધતારવાડી નદીમાં આ વર્ષે બીજી વખત ઘોડાપુર આવ્યું હતું. આ ઉપરાંત નાનુડી નદી, પીપળવા રોડ પંપ હાઉસ નજીક આવેલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ સાથે જ ગામના નાના નાના ચેકડેમો અને તળાવો વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા હતા. જેને પગલે ખેડૂતોમાં ખુશીની સાથે સાથે પાકને નુકસાની જવાની ચિંતા સતાવી રહી છે.ઉનાનાં પાદાર ગામે દીવાલ ધરાશાયી. ઉનાનાં ગ્રામ્ય પંથકમાં પણ આખી રાત વરસાદ વરસ્યો હતો. જેને લઈને રાવલ નદીમાં ઐતિહાસિક ઘોડાપુર આવ્યું છે. આ સાથે જ પાદાર ગામે હનુમાન મંદિરની દીવાલ જમીનદોસ્ત થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.અમરેલીનાં બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું. અમરેલી પંથકમાં પણ ગઈકાલથી મેઘરાજા વરસી રહ્યાં છે. ત્યારે મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડતાં નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. આ સાથે જ બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું છે. બાબરા પંથકના ચમારડી, ચરખા, ઘૂઘરાલા સહિતના મોટાભાગનાં ગામડામાંઓમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ વરસી જતા જગતનો તાત નારાજ થયો છે. કારણ કે ખેડૂતોને મગફળી અને કપાસનો પાક બગડી જવાની ભીતિ સતાવી રહી છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 44
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 104
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



