દેવભૂમિ દ્વારકાના ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર ફરી વળ્યા પાણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-07 16:14:41
  • Views : 118
  • Modified Date : 2023-07-07 16:14:41

 ગુજરાતમાં મેઘરાજાની અવિરત કૃપા વરસી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે. તે અનુસાર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. કલ્યાણપુર અને દ્વારકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. દ્વારકામાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.

Download Our B K News Today App



Related News