દેવભૂમિ દ્વારકાના સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણતા દરિયા કાંઠા વિસ્તારોમાં મેગા ડીમોલેશન હાથ ધરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-11 13:15:38
  • Views : 129
  • Modified Date : 2024-03-11 13:15:38

દેવભૂમિદ્વારકાના સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણતા દરિયા કાંઠા વિસ્તારોમાં મેગા ડીમોલેશન હાથ ધરાયુ છે. રહેણાંક મકાન સહિત કોમર્શિયલ સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. સંવેદનશીલ મામલો હોવાને કારણે પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા મોટી માત્રામાં પોલીસ કાફલો અહી તહેનાત કરવામાં આવ્યો છે.સલાયા બંદર ખાતે સરકારી કિંમતી જમીન પર થયેલા દબાણ દૂર કરવા તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જૂના રેલવે સ્ટેશન પાસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ તંત્રએ દબાણ દૂર કરવા અહીં રહેતા લોકોને નોટિસ આપી હતી. રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખાલી કરાવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News