ડીસાના દેવાંશ માળીએ ખેલ મહાકુંભ અંડર-૧૭ની વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં બીજો નંબર મેળવી સમગ્ર ડીસાનું નામ રોશન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 11:03:35
  • Views : 264
  • Modified Date : 2022-05-29 11:03:35

ડીસાના દેવાંશ માળીએ ખેલ મહાકુંભ અંડર-૧૭ની  વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં બીજો નંબર મેળવી સમગ્ર ડીસાનું નામ રોશન કર્યું.

બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે પરંતુ આ જિલ્લાનું ટેલેન્ટ પણ મોટા શહેરોને પાછળ પાડે તેવું છે.. ડીસાનો એક બાળક ખેલ મહાકુંભમાં સમગ્ર રાજ્યમાથી વેટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને બીજા નંબરે આવ્યો છે..

 

દેવાંશ માળી.. ઉંમર માત્ર ૧૬ વર્ષ.. બનાસકાંઠા જેવા પછાત જિલ્લાનો આ કિશોર છેલ્લા બે વર્ષથી વેટ લિફ્ટિંગ માટે દિવસને બે કલાક પરસેવો પાડી રહ્યો છે.. બે વર્ષની મહેનત બાદ દેવાંશ માળીએ તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં અંડર-૧૭ની વેટ લિફ્ટિંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો.. આ સ્પર્ધામાં ગુજરાતભરમાથી સ્પર્ધકો જોડાયા હતા.. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરમાથી પણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.. પરંતુ આ મોટા શહેરોના આ તમામ સ્પર્ધકોને માત આપીને બનાસકાંઠા જેવા પછાત જિલ્લાના દેવાંશ માળીએ સિલ્વર મેડલ મેળવ્યો છે. ગીર સોમનાથ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં દેવાંશ માળીએ સિલ્વર મેડલ મેળવતા સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.. આજે દેવાંશ માળી વાતચીત દરમ્યાન તેની સફળતાની યાત્રા વિષે વધુ વાત કરી હતી..

બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લાની શ્રેણીમાં આવે છે અને અહીના લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે.. ત્યારે હેલ્થ વિષેની જાગૃતિ તો ભાગ્યે જ લોકોમાં હોય છે.. આવા પછાત જિલ્લામાથી પણ જો આ કિશોર આટલો પરિશ્રમ કરીને સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરે તે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની બાબત છે.. આ ઉપરાંત દેવાંશના કોચ શ્રવણ સાંખલા પણ જણાવી રહ્યા છે.. હેલ્થ વિષે લોકોએ જાગૃત બનવું જોઇયે અને દિવસમાં એકથી દોઢ કલાક ફિટનેસ માટે ફાળવવો જોઇયે...

આજની યુવા પેઢી વ્યાસનોના રવાડે ચઢીને પોતાની યુવાનીને બરબાદ કરી રહી છે.. ત્યારે વ્યશનના બદલે યુવાઓ ફિટનેશ પ્રત્યે જાગૃત બને તો આવનારી ભાવિ પેઢી શારીરિક રીતે વધુ મજબૂત બનશે...

Download Our B K News Today App



Related News