પરિવારનો લાડકવાયો બે મહિને મળતા પરિવારમાં દિવાળીનો માહોલ છવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-19 11:53:13
  • Views : 8196
  • Modified Date : 2019-12-19 11:53:13

ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકરભાઇ ચૌધરી ઉ.વર્ષ-૧૭ જે પાટણ ખાતે પેઇન ગેસ્ટ તરીકે રહીને ધોરણ-૧૨ માં અભ્યાસ કરતો હતો પરંતુ ઓક્ટોમ્બર મહિનામાં પરીક્ષાઓ આવતી હોવાથી તેમજ ભણતર બોજ લાગવાના કારણે આ વિક્રમ તા. ૭ ઓક્ટોમ્બર ના રોજ જ્યાં પેઇગ ગેસ્ટ તરીકે રહેતો હતો ત્યાથી સાઇકલ અને
પાછળ થેલો લટકાવીને નિકળી ગયો હતો. સાંજ સુધી પરત ના આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવતા તેની ભાળ ન મળતાં તેના રૂમ માલિકે તેના વાલીને જાણ કરતાં બીજા દિવસે પણ આ બાબતે શોધખોળ કરેલ પરંતુ કોઇ ભાળ ના મળતાં અંતે પાટણ શહેરના બી ડીવીઝન ખાતે વિક્રમના પિતાએ ખોવાઇ ગયાની ફરિયાદ આપી હતી.
જેથી પોલીસે તપાસ હાથ ધરતા તે યુવક ચાણસ્મા તરફ સાઇકલ ઉપર જતાના સી.સી.ટીવી ફુટેજ મળી આવ્યા હતા અને ત્યાર પછી કોઈ ભાળ મળેલ ન હોવાથી પોલીસે પણ પોતાની શોધવાની કામગીરી ચાલુ રાખી હતી. ત્યારે બીજી તરફ યુવકના ગામના લોકોએ પણ સતત  શોધવાની કામગીરી ચાલુ રાખેલ પરંતુ કોઇ ભાળ મળી નહી.  આ યુવકને શોધવામાં અમદાવાદની એક સંસ્થાએ પણ પોતાનો સમય લગાવ્યો અને તે સંસ્થાના અગ્રણી સંગીતાબેન ભટ્ટ તથા તેમની ટીમ પણ આ એક
પરિવારના લાડકવાયાને શોધવામાં લાગેલા. તેમજ આ યુવકના ફોટાઓ પણ સોશયલ મીડિયામાં ફરતા થયા હતા અને અંતે બે મહિના અને ૧૦ દિવસે તે યુવકને એક તબેલામાં કામ કરતો એક વેટેનરી ડોક્ટરને જોવા મળતા તેણે  
પોતાના મોબાઇલમાં આવેલ ફોટો જોતા તે યુવક લાગેલ. જેથી આ વેટેનરી ડોક્ટરે તેના પરિવાર તેમજ પાટણ પોલીસને જાણ કરી હતી. પરંતુ આ યુવક તે વાત સાંભળી જતા તે ત્યાથી પણ નિકળી ગયેલ અને નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફના હાઇવે ઉપર ચાલતો જતો હતો. આ બાબતે તમામ ગાંધીનગર તેમજ અમદાવાદ રહેતા લોકોને જાણ કરવામાં આવતા તેઓ પણ આ રસ્તે શોધખોળ ચાલુ કરતા હાઇવે ઉપરથી પકડી લેવામાં આવ્યો હતો અને ફરી તબેલા ઉપર લાવેલ અને ત્યારે પાટણ પોલીસ પણ આવી પહોંચી હતી.  યુવકના તમામ નિવેદનો નોંધીને પાટણ બી ડીવીઝન પોલીસ મથકે લાવી તેના પરિવારને સુપરત કર્યો હતો. આ યુવક ઘરે આવતા સોતવાડા ગામમાં જાણે દિવાળીનો તહેવાર આવ્યો હોય તેવી ખુશી જોવા મળી હતી. જ્યારે તેના પરિવારમાં તો ખુશીના ફુવારા છુટ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News