સરકારનો સહયોગ ઃ પાલનપુરની છાત્રાએ જીવ બચાવી શકાય તે માટે ડિવાઇસ તૈયાર કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-11 11:29:41
  • Views : 226
  • Modified Date : 2021-04-11 11:29:41

ગુજરાત સહિત દેશભરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે બનાસકાંઠા જિલ્લાની બે છાત્રાએ એક ઓટોમેટિક ડિવાઇસ તૈયાર કર્યું છે. જેમાં બહુમાળી બિલ્ડીંગમાં ભૂકંપ આવે કે આગ લાગે ત્યારે બિલ્ડીંગમાં ઓટોમેટિક બારી ખુલી તેમ લપસણી બહાર આવી જાય એટલે લોકો તેમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી શકેતે માટેનું ડિવાઇસ તૈયાર કર્યું છે.
સુરતના તક્ષશિલામાં બનેલી આગની ઘટનામાં અનેક નાના માસૂમ વિદ્યાર્થીનીઓએ જીવ ગુમાવ્યા હતા. જાેકે, ત્યારબાદ પણ આવી અનેક ઘટનાઓ દેશભરમાં બનતી રહી હતી. ક્યારે આવી ઘટનાઓમાં લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે પાલનપુરની કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓના મગજમાં એક વિચાર આવ્યો અને બસ ત્યારથી આ બંને વિદ્યાર્થીઓએ આ વિચારને સાર્થક કરવાનું કામ કરવાનું શરૂ કર્યું.
પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી હિરલ ગઢવી અને શિવાની ચૌધરી નાનપણથી જ કંઈક અલગ વિચારવાનું અને કંઈક અલગ જ કામ કરવાનો શોખ ધરાવે છે જેમાં તેઓએ અત્યારે એક ઇનોવેશન તૈયાર કર્યું છે, જેમાં બહુમાળી બિલ્ડીંગમાં ભૂકંપ કે આગ લાગેતો તુરંત સાયરન વાગી લોકોને એલર્ટ કરે અને ઇમરજન્સી બારી ખુલી જાય અને લપસણી તૈયાર થઈ જાય અને તેના દ્વારા વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય. બીજી તરફ ઘટના બનતાની સાથેજ ડિવાઇસના માધ્યમથી જિલ્લામાં ઇમરજન્સી વિભાગને મેસેજ દ્વારા એલર્ટ કરવામાં આવે.  આ અંગે હિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, અત્યારે આ મોડેલ પ્રોજેકટ માટે બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને ગોવરમેન્ટ સ્કિમ એસએસપી અંતર્ગત પ્રોડક્ટમાં રૂપાંતરમ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News