પાંથાવાડામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત બિયરની બોટલ સાથે એક ઈસમની અટકાયત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 15:32:57
  • Views : 272
  • Modified Date : 2022-10-12 15:32:57

    પાંથાવાડા પોલીસસ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/બીયર  નંગ-૧૮૨૧ કિ. રૂ.૨,૬૬,૨૮૦/-  તથા ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૬,૭૬,૨૮૦/- નો ઝડપી પડ્યો હતો. સાથે એક ઇસમને પણ અટકાયત કરવામાં આવી હતી.એલ.સી.બી સ્ટાફના માણસો સાથે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલી બાતમીના આધારે મંડાર (રાજસ્થાન) તરફથી એક સફેદ કલરની નંબર વગરની સ્કોરપીયો ગાડીમાં ગે.કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી પાંથાવાડા તરફ આવી રહ્યો હતો. જે બાતમીના આધારે પાંથાવાડાથી કુચાવાડા તરફના રોડ ઉપર મહાદેવ હોટલ પાસે રોડ ઉપર નાકાબંધી પકડી પાડવામાં આવી હતી. જે ગાડીના ચાલક ડ્રાઇવર મશરૂજી હેબુજી રબારી (નાગલ) રહે.ધંણસોલ તા.લાખણી જીલ્લો.બનાસકાંઠા વાળાને પકડી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News