તાલુકાના ઢુંવા ગામેથી ગાંજા સાથે એક આરોપીની અટકાયત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:37:14
  • Views : 214
  • Modified Date : 2021-06-19 12:37:14

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થ એવા ગાંજાનું વાવેતર વધી ગયું છે જેમાં આજે ડીસા તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ હતો જેમાં ડીસા તાલુકા પોલીસને ખાનગી રાહે માહિતી મળતા જ ઢુવા ગામની સીમમાં આવેલી લાડજીજી કાળુજી ઠાકોર ના ખેતરમાં તપાસ હાથ ધરી હતી તે દરમિયાન તેમના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ એવા ગાંજા ના છોડનું વાવેતર મળી આવ્યું હતું. જેથી પોલીસે ગાંજાના 53 નંગ છોડ સહિત 1.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે લાડજીજી ઠાકોર સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું વાવેતરનું ચલણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ આ બાબતે સતર્ક રહી ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતા તત્વો પર તવાઈ વરસાવી રહી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાને કારણે અનેકવાર અસામાજિક તત્વો દ્વારા કેફી પદાર્થની હેરાફેરી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ધીરે ધીરે લોકો પોતાના ખેતરોમાં ગાંજાનું વાવેતર કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ગાંજાનું વાવેતર  ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી કરી છે, ત્યારે હજૂ પણ પોલીસ દ્વારા અન્ય ગામોમાં કડક તપાસ કરવામાં આવે તો અનેક ગામમાંથી ગાંજાનું વાવેતર મળે તેવી શક્યતા છે.

Download Our B K News Today App



Related News