ડીસા પાલનપુર હાઈવે પર છકડો રીક્ષા ની ટક્કર લાગતાં અજાણ્યા ઈસમનુ મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:48:08
  • Views : 418
  • Modified Date : 2019-04-12 13:28:06

પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા ના પાટીયે અજાણ્યા રાહદારી ને છકડો રીક્ષા ચાલકે ટક્કર મારતાં કરુણ મોત નિપજ્યું. પાલનપુર થી ડીસા જતાં હાઈવે પર ગતરોજ બપોર ના ૩. ૩૦ ના સમયે એક અજાણ્યો વ્યક્તિ હઈવે પર થી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક અતુલ છકડો રિક્ષા જીજે ૮ વાય ૦૩૫૫ના ચાલકે ટક્કરમારતાં ગંભીર રીતે ઈજાઓ થતાં ૧૦૮ મારફતે પાલનપુર સિવીલ હોસ્પીટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન આજરોજ કરુણ મોત નિપજ્યુ હતુ અને આ અજાણ્યા વ્યક્તિ ની ઓળખ થવા પામી નથી જેને સફેદ કલર નુ શર્ટ અને કાળાકલર નુ પેન્ટ પહેરેલ છે અને ગઢ પોલીસ દ્રારા જો કોઈ ના સગા સબંધી હોય તો ગઢ પોલીસ નો સંપર્ક કરવાનુ જણાવવામાં આવ્યુ છે અને ગઢ પોલીસ દ્રારા રીક્ષાચાલક સામે ગુનો નોંધી ને આગળ ની તપાસ ગઢ પોલીસ મથકના એએસઆઈ રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News