ડીસામાં કોલેજ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે રેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 13:30:32
  • Views : 463
  • Modified Date : 2019-10-04 13:30:32

ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું.જેમાં ગાંધીજી બનેલા વિદ્યાર્થીએ લોકોને ગાંધીજીના વિચારો પોતાના જીવનમાં લાવવા માટે આહ્વાન કર્યું હતું. જે બાદ આ રેલી ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરી રસ્તા ઉપર પડી રહેલા કચરાની સફાઇ પણ કરી હતી. ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગાંધીજીના જીવન આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

Download Our B K News Today App



Related News