ડીસામાં જમીન કેસમાં કોર્ટનો સ્ટે હોવા છતાં DYSP દ્વારા આ કેસમાં ચાર્જશીટ કરાતા હાઇકોર્ટે ડીસા DYSPને નોટિસ ફટકારી તારીખ 2 ઓગસ્ટના રોજ હાજર થવા ફરમાન આપ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 11:50:51
  • Views : 326
  • Modified Date : 2022-07-05 11:50:51

ડીસામાં જમીન કેસમાં કોર્ટનો સ્ટે હોવા છતાં DYSP દ્વારા આ કેસમાં ચાર્જશીટ કરાતા હાઇકોર્ટે ડીસા DYSPને નોટિસ ફટકારી તારીખ 2 ઓગસ્ટના રોજ હાજર થવા ફરમાન આપ્યું છે

 ડીસા તાલુકાના રસાણા ગામે આવેલી જમીનમાં લેન્ડ ગેબીંગ હેઠળ ફરિયાદ થતાં આરોપીએ પોતાની સામે ખોટી ફરિયાદ થઇ હોવાનો હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવા છતાં ડીસા ડીવાયએસપી દ્વારા આ કેસમાં ચાર્જશીટ કરાતા હાઇકોર્ટે ડીસા ડીવાયએસપીને નોટિસ ફટકારી તારીખ 2 ઓગસ્ટના રોજ હાજર થવા ફરમાન કાઢ્યું છે.

 આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના રસાણા ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 227 પૈકી 3ના પ્લોટ નંબર 13, 14, 19 ના માલિક કૃણાલ કિશોરભાઈ શાહે પોતાની માલિકીના પ્લોટ પર દબાણ થયું હોવાથી ભરતભાઈ બાબુભાઈ દેસાઈ અને રણમલસિંહ હજુરસિંહ વાઘેલા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ ગુનો નોંધાવ્યો હતો .

જોકે આ કેસમાં આરોપી રણમલસિંહે પાલનપુર એડિશનલ સેશન્સ કોર્ટમાં પોતાની સામે ખોટી રીતે ફરિયાદ નોંધાવી હોવાની અરજ કરી કોર્ટમાં તમામ પુરાવા રજુ કરી આગોતરા જામીન માંગતા કોર્ટે તેઓને આગોતરા જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ આરોપી રણમલસિંહે પોતાની સામે ખોટી ફરિયાદ થઇ હોવાની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરતા હાઇકોર્ટની ખંડપીઠે સદરહુ ફરિયાદ ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરવા સારુ સ્ટે આપેલો હતો. અને આ કેસના તમામ પક્ષકારો ફરિયાદી કૃણાલ કિશોરભાઈ શાહ, સર્કલ ઓફિસર ડીસા ગ્રામ્ય, ડીસા ગ્રામ્ય મામલતદાર,ડીસા નાયબ કલેકટર ,બનાસકાંઠા જિલ્લા કલેકટર,ડી આઇ એલ આર પાલનપુર તેમજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન તમામને નોટિસ આપી હાઇકોર્ટના સ્ટેની જાણ કરી હતી.

 આમ ગુજરાત હાઇકોર્ટે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી રણમલસિંહ સામે દાખલ થયેલ ફરિયાદ ઉપર સ્ટે આપેલ હોવા છતાં આ કેસના તપાસ અધિકારી ડીસા ના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાએ આરોપી રણમલસિંહ સામે પાલનપુર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.જેથી રણમલસિંહે ગુજરાત હાઇકોર્ટ માં ફરિયાદ ઉપર સ્ટે હોવા છતાં પોતાની સામે ચાર્જશીટ દાખલ કરવા સામે ડીસા નાયબ પોલીસ અધિક્ષક સામે હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ કાર્યવાહી કરવા અરજી કરી હતી.

 જેથી ગુજરાત હાઇકોર્ટે પોતાના હુકમનો અનાદર થયો હોવાથી આ કેસના તપાસ અધિકારી ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી છે અને તેઓને તારીખ 2 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં હાજર થવા ફરમાન કાઢ્યું છે.

Download Our B K News Today App



Related News