પાલનપુર નગરપાલિકામાં છેલ્લા ચાર માસનો સમયગાળો વીતી જવા છતાં હજુ સુધી નવીન કમિટીઓ ની રચના કરવામાં ન આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 11:28:17
  • Views : 259
  • Modified Date : 2021-06-18 11:28:17

     પાલનપુર નગરપાલિકામાં છેલ્લા ચાર માસનો સમયગાળો વીતી જવા છતાં હજુ સુધી નવીન કમિટીઓ ની રચના કરવામાં ન આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે પાલનપુર પાલિકાની ચૂંટણી ચાર માસ પહેલા યોજાઈ હતી જેમાં પ્રમુખ કારોબારી ચેરમેને અને પક્ષના નેતાઓની વરણી કરાઈ હતી ત્યારે ચાર માસના લાંબા સમય વિતવા છતાં હજુ સુધી પાલિકાની વિવધ કમિટીની રચના કરાઈ નથી ત્યારે ગત સાધારણ સભા 30,એપ્રિલના કોમ્યુનીટી હોલમાં યોજાઈ અને  કમિટીની રચના પણ થવાની હતી પરંતુ કોઈ કારણોસર કમિટીની રચના કરવામાં આવી નહોતી જેના કારણે સમય લંબાઈ ગયો હતો તારે આવતીકાલે ૧૮ જૂનના રોજ પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં નવીન કમિટીની રચના કરવામાં આવશે..આ સમગ્ર બાબતે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલ  દ્વારા જણાવવામાં આવ્યું હતું તે પાલનપુર નગરપાલિકાની કમીટીઓની રચનાને લઇને આવતીકાલે નગરપાલિકાના હોલ ખાતે બેઠક યોજાશે કમિટીની રચના કરવામાં વિલંબ થવા બાબતે તેમણે જણાવ્યું હતું કે 4  માસના સમયગાળો  કોરોના કારણે થયો છે કોરોનાની બીજી લહેરના કારણે  કમિટીની રચના કરવાનો વિલંબિત થઈ છે જે આવતીકાલે પાલિકા ખાતે યોજનાર  બેઠકમાં નવી કમિટીની રચના કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News