છેલ્લા ચોવીસ કલાક થયા છતાં પાલનપુરના કેટલાક વિસ્તારોમાં પાણી હજુ ભરાયેલ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-27 11:05:40
  • Views : 319
  • Modified Date : 2021-07-27 11:05:40

છેલ્લા ચોવીસ કલાકથી વરસાદે રાહતનો શ્વાસ લીધો છે. આમ છતાં પાલનપુરના જાહેર માર્ગ અને સોસાયટીના અંદરના વિસ્તારમાં પાણી ભરાયા હતા એ હજુ ઓસર્યા નથી. પાલનપુર શહેર માટે કહેવાય કે તમે મોંઘી સોસાયટીમાં રહેતા હોવ કે આઇસોલેટેડ એરિયામાં. ચોમાસા દરમિયાન પાણી ન ભરાય તો એ પાલનપુર નથી.

પાણી ભરાય અને જતું પણ રહે પરંતુ પાલનપુરમાં હજુ પાણી ભરાયેલું છે. આ કારણે આસપાસ રહેતા લોકો અને વેપારીઓ કોરોના સાથે વરસાદનો પણ પ્રકોપ સહન કરી રહ્યા છે.વરસાદના પાણીના યોગ્ય નિકલને અભાવે આ વિસ્તારમાં રોગચાળો ફેલાઈ ચુક્યો છે. એક તરફ લોકો કોરોના સામે મરી રહ્યા છે ત્યાં બીમાર પડવા આ ગંદકી નવું કારણ બની રહી છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેમની સાથે વાત થઈ શકતી ન હોવાનું અનુભવાયું છે.નગર પાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારો એ વાત સમજતા નથી કે નદી હંમેશા ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. આ પાણી પણ એ જ દિશામાં આગળ વધતું હોય છે. આમ છતાં શહેરનો નકશો બનાવતી વખતે આ કુદરતી સત્યને નજર અંદાજ કરવાને કારણે પાણી આડું ફાટે છે આ કારણે અન્ય શહેરની જેમ પાલનપુરમાં વરસાદ પછી પાણી ઓસરતા નથી.

ચોમાસા પહેલા ગટર અને નાળા સાફ કરવા નગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ બતાવે છે. આ ખર્ચ માત્ર દેખાવ માટે જ થાય છે. બાકી ગટરો કે નાળામાંથી પ્લાસ્ટિક અને મળ સાફ ન કરતાં એ પાણીની જગ્યા રોકાઈ જતી હોવાથી જ્યાં પાંચ ઇંચ વરસાદે પાણી ભરાય ત્યાં અડધા ઇંચ પાણી પડવાથી ગટરો અને માર્ગ ગંદા પાણીથી ઉભરાય છે.

Download Our B K News Today App



Related News