ગુજરાતમાં કોરોનાની બીજી 'લહેર' ધીમી પડી, તો વાવાઝોડાનો 'કહેર' આવ્યો,સરકાર અને પ્રજાની બેવડી કસોટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 13:30:54
  • Views : 254
  • Modified Date : 2021-05-17 13:30:54

    ગુજરાતમાં કોરોના સંક્રમણની લહેર વચ્ચે એક તરફ ઘટતા કેસ છતા સરકારની ચિંતા યથાવત છે તેમાં ‘તાઉ-તે’ વાવાઝોડાથી રાજયના વહીવટીતંત્રને બેવડી કસોટી છે અને સમગ્ર વહીવટીતંત્રને આ બેવડી કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે. આમ કોરોનાની બીજી લહેર ધીમી પડી પણ વાવાઝોડાનો કહેર આવી પડ્યો છે.

    વાવાઝોડામાં રાજયમાં સૌથી મોટી ચિંતા ઝીરો કેઝ્યુટી નો ટાર્ગેટ છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ સાથેની બેઠકમાં વાવાઝોડુ પહોંચે તે પૂર્વે અસરગ્રસ્ત ક્ષેત્રમાં નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને તમામને સલામત સ્થળે પહોંચાડી દેવાની કામગીરી બપોર સુધીમાં સંપન્ન કરવાનો આદેશ અપાયો છે.બીજી તરફ રાજયમાં વિજ તથા સંદેશાવ્યવહાર ખોરવાય નહી તે જોવા તેમજ સરકારની કામગીરીમાં કોવિડ હોસ્પીટલોમાં વિજ પુરવઠો જાળવી રાખવાનો છે તેવી પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે.થોડા દિવસ અગાઉ રાજ્યમાં જે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ હતી તે હવે સામાન્ય બની રહી છે, હોસ્પિટલમાં બેડ થી લઈને દવાઓ, ઈન્જેક્શન અને સારવારની સમસ્યા એકદમ ઘટી ગઈ છે, ગુજરાત બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું હોવાથી સરકાર થોડો હાશકારો અનુભવી રહી હતી. તે જ સમયે વવાઝોડાનો કહેર આવી પડ્યો છે.

    ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત અસર થનાર દરિયાકાંઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

    તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે. જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગીરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે.રાજયમાં કોવીડની સ્થિતિની પહોંચી વળવા માટે 1383 પાવરબેક અપ રાખવામાં આવ્યા છે.એટલું નહીં આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 161 ICU એબ્યુલન્સ અને 576-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિઝન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે 35 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.


Download Our B K News Today App



Related News