સુરત : માત્ર એક મહિનામાં જ દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપનીના 21 કર્મચારીનો ભોગ લીધો, અનેક સંક્રમિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 14:41:55
  • Views : 255
  • Modified Date : 2021-04-29 14:50:16

    કોરોનાના ફફડાટ વચ્ચે પણ દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ગ્રાહકોને સતત 24 કલાક વીજપુરવઠો મળી રહે એ માટે કામગીરી કરી રહ્યા છે, પણ છેલ્લા 20 દિવસથી કાળમુખા કોરોના વાયરસના સંક્રમણની અસર સતત વધતી જઇ રહી છે. પરિણામે, હાલમાં દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા છે અને 21 જેટલા કર્મચારીઓ તો મોતને ભેટ્યા છે.

    ડેપ્યુટી ઇજનેર, ઇલેકટ્રિક આસિ., સિનિયર આસિ. સહિતના કર્મચારીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. દ‌ક્ષિણ ગુજરાત વીજ કંપનીના પાલેજ, રાજપીપળા, વલસાડ, સુરત, સહિતના સમ્રગ દ‌ક્ષિણ ગુજરાતમાં મોતનો ફફડાટ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓની માનસિક સ્થિતિ પણ સતત કથળી રહી છે. આ સંજોગોમાં વીજ કંપની દ્વારા 50 ટકા કર્મચારીઓ થકી કામ થઈ રહ્યું છે.વીજ કંપનીના જે કર્મચારીઓ મોતને ભેટ્યા છે તેમનાં પરિવારજનોને હાલ મરણના દાખલા મેળવવા સહિતની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઊઠી છે. એટલું જ નહીં, પણ વીજ કંપનીના કર્મચારીઓને જો કોરોના નડે તો તેમના માટે હોસ્પિટલમાં દાખલ થવાની પણ કોઇ અલાયદી વ્યવસ્થા ન હોય, કર્મચારીઓની નાજુક સ્થિતિ તંત્રએ સમજવી જરૂરી બની છે.



Download Our B K News Today App



Related News