ધોળાકૂવામાં ઝાડા ઉલટીના કેસોને લઈ કલેક્ટરનું નિરીક્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-10 12:02:10
  • Views : 278
  • Modified Date : 2021-07-10 12:02:10

     ગાંધીનગરના ધોળાકૂવામાં કલેકટર સહિત આરોગ્યની ટીમ ઘટનાનો ચિતાર મેળવી રોગ ઉપર કાબુ મેળવવા ઝડપથી કાર્યવાહી હાથ ધરાઈ છે.  ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક રજુઆત કરવા છતાં તંત્ર લાપરવાહ બન્યું. જેના પરિણામે ગ્રામજનોમાં બીમારીમાં  સપડાયા છે. હાલ હવે તંત્ર એલર્ટ થયું છે તે જાેતા ધોળાકુવા ગામને પણ કોલેરાયુક્ત જાહેર કરે તો નવાઈ નહી હાલ ગામમાં કોલેરાને લઈ  હાહાકાર  મચી ગયો છે. લોકોમાં ફફડાટ છે.  તંત્ર દ્વારા છેલ્લા ૨ દિવસથી  સર્વે ચાલુ રાખવામાં આવ્યો હતો. કાલે ૧૦ ટીમો દ્વારા  સર્વે કરવામાં આવ્યો હતો.હાલ રાજ્યમાં જે રીતે કોલેરાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ધોળાકૂવા ગામ ખાતે ૧૬ કેસ ઝાડા ઉલટીના, ૫ કેસ પેટમાં દુઃખાવાના, સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. તો તંત્ર દ્વારા ૩૦૦ ઑ. આર. એસ  પેકેજ અને ગોળી ટેબ્લેટ આપવામાં આવી હતી આ ઉપરાંત ૫ હજાર ટેબલેટ ક્લોરીન ટેબ્લેટ પણ આપવામાં આવી હતી. ઠાકોરવાસ, દાંતનીવાસમાં કેસ મળી  આવતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો  છે.  પાણીના સેમ્પલ લઈ આરોગ્ય તંત્રની કામગીરી શરૂ થઈ ગઈ છે. 

 

- કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી

     ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કલોલમાં કોલેરાના ઉપદ્રવ સંદર્ભે જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવી સ્થિતિને ઝડપથી કાબૂમાં લેવા જરૂરી સૂચનાઓ આપી.

Download Our B K News Today App



Related News