ગુજરાતમાં દારૂબંધી છતાં હોટેલોમાં દારૂનું વેચાણ ચાલુ

  • Published By :
  • Published Date : 2022-09-11 12:30:20
  • Views : 303
  • Modified Date : 2022-09-11 12:30:20

ગુજરાતની વધુ 5 હોટલોને સરકારે લિકર પરમિટ આપી. અમદાવાદ, સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલાની 5 હોટેલને વિદેશી દારૂ વેચવાની મંજૂરી. અમદાવાદમાં લિકર પરમિટ ધરાવતી હોટલોની સંખ્યા 20 થઈ. 

ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂના મામલે અનેક આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ 5 હોટેલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટેલો હવે પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા લોકોને દારૂનું વિતરણ કરી શકશે. આ હોટેલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટેલમાં આવતા લોકોને પરમિટ પણ આપી શકશે. રાજ્યમાં હાલ 58 હોટેલોને લિકર શોપની પરવાની આપવામાં આવી છે. વધુ 5 હોટેલોને મંજૂરી મળતા હવે રાજ્યમાં કુલ 63 હોટેલ પ્રવાસીઓ, વિદેશી નાગરિકોને વિદેશી દારૂ આપવાની પરમિટ ધરાવતી થઇ છે.મંજૂરી મળી છે તેમાં અમદાવાદની શીલજ વિસ્તારમાં આવેલી તાજ સ્કાયલાઇનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં હાલ 19 હોટેલો દારૂની પરમિટ ધરાવે છે જેમાં એક હોટેલનો વધારો થતાં હવે કુલ 20 હોટેલમાં પરમિટધારકો અને પ્રવાસીઓ દારૂ મેળવી શકશે.

અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલા ખાતેની હોટેલોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે તેમજ વાયબ્રન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ- વિદેશથી આવતા મહેમાનો તથા પ્રવાસીઓની સુવિધાના ભાગરૂપે સરકાર ફાઇવસ્ટાર અને ઉચ્ચ રેન્ક ધરાવતી હોટેલોને હોટેલોને લિકર પરમિટ આપી રહી છે.

આ 5 હોટેલને વિદેશી દારૂ વેચવાની મંજૂરી
1. હોટેલ તાજ સ્કાયલાઇન (યુનિટ ઓફ સંકલ્પ ઇન), શીલજ- અમદાવાદ
2. હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ (યુનિટ ઓફ ગુજરાત જેએચએમ હોટેલ્સ લિ.) ભાટપોર- સુરત
3. હોટેલ લીલા ટ્રેડ લિંક પ્રા.લિ., ભાવનગર
4. ઓર્કાર્ડ પેલેસ એચજીએચ હોટેલ્સ એલએલપી, હજુર પેલેસ કેમ્પસ, ગોંડલ- રાજકોટ

5. હોટેલ લાયન પેલેસ, હિન્ડોરણા રોડ, રાજુલા- અમરેલી

પોરબંદરજિલ્લામાં પણ 1989 લોકોને પરમિટ છે. અને સૌથી વધુ 13034 હેલ્થ પરમિટ અમદાવાદ જિલ્લામાં છે.

રાજ્યમાં હાલની સ્થિતિએ 39334 લોકો પાસે હેલ્થ પરમિટ છે. હેલ્થ પરમિટ હેઠળ રાજ્યમાં લોકોને પોતાના આરોગ્યની જાળવણી માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાની પાસે રાખવાની અને ઉપયોગ કરવાની પરવાનગી મળે છે. સૌથી વધારે 13034 હેલ્થ પરમિટ અમદાવાદ જિલ્લામાં છે. સુરત જિલ્લામાં 8054 હેલ્થ પરમિટ છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લામાં 1989 લોકો હેલ્થ પરમિટ ધરાવે છે. 


 કોને-કોને દારૂની પરમિટ અપાય છે?

સ્વાસ્થ્ય પરમિટ નિયમ 64 હેઠળ ગુજરાત રાજયમાં વસતી વ્યકિતઓને પોતાનું આરોગ્ય જાળવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા અને વાપરવા પરમિટ મળે છે. રાજયના વતનીઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64), રાજયમાં વસવાટ માટે આવતી રાજય બહારની વ્યકિતઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64-બી), રાજયમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે હેલ્થ પરમિટ (નિયમ 64-સી), કામચલાઉ રીતે રાજયમાં વસવાટ કરતી વિદેશી વ્યકિતઓ, રાજયમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો, વધુમાં વધુ સાત દિવસ માટે રાજયની મુલાકાત માટે આવતી રાજય બહારની વ્યકિતઓ, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક/શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેવા આવતી રાજય બહારની વ્યકિતઓને પરમિટ ઇશ્યુ કરાય છે.


Download Our B K News Today App



Related News